માલધારી News

માલધારીઓની માગ સામે આદિવાસીઓ મેદાને આવ્યા, ગાંધીનગર તરફ વિરોધ કૂચ યોજશે
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી માલધારીઓ આદિવાસીઓના દરજ્જાની માગ કરી રહ્યાં છે. ત્યારે હવે માલધારીઓની માગ સામે આદિવાસીઓ મેદાને આવ્યા છે. માલધારીઓની આદિવાસીનો દરજ્જો આપવાનો વિરોધ કરવા માટે ખેડબ્રહ્મા, વિજયનગર, અને પોશીના વિસ્તારના આદિવાસીઓ આજે ગાંધીનગર કૂચ યોજશે. આદિવાસીઓએ માલધારીઓને જો દરજ્જો અપાય તો તેમને અન્યાય થાય તેને લઇને વિરોધ કૂચ યોજશે. ગાંધીનગર સુધી યોજાનાર આ કૂચમાં વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલની આગેવાનીમાં યોજાશે. જિલ્લામાં કૂચ રોકવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હિંમતનગરમાં મોતીપુરા સર્કલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયોદંડક અશ્વિન કોટવાલ સહિત 15 વ્યક્તિઓને ડિટેન કરાયા.
Feb 2,2020, 11:55 AM IST
સુરત: ભારે વરસાદના પગલે ફસાયેલાં માલધારીઓ અને પશુઓનું કરાયું રેસ્ક્યુ
ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. જેને પગલે કામરેજ અને માંગરોળ તાલુકામાં પાણી પાણી થઇ ગયા હતા. ખાસ કરીને મોટી પારડીથી ભરણ ગામ જવાના માર્ગ પર અને કોસંબા લીંબાળા જવાના માર્ગ પાર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. વાહન ચાલકો રસ્તા પરથી જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા. આવી પરિસ્થિતિમાં મોટી પારડી ગામની સીમમાં માલધારીઓ 300થી વધુ પશુઓ સાથે ફસાઈ ગયા હતા.ત્યારે ઝી 24 કલાકની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને પરસ્થિતિનો તાગ મેળવ્યો હતો. માલધારી આગેવાન અને ગ્રામના સરપંચે કમર જેટલા પાણીમાં 300થી વધુ પશુઓનું રેસ્ક્યુ કર્યું હતું. એટલું જ નહીં માલધારી મહિલાઓને પણ બચાવી લેવાયાં હતા.આ ઘટનામાં આઠ થી વધુ પશુઓ પાણીમાં તણાઈ ગયા હતા. અને વાછરડા મોત પણ થયા હતા.માલધારીઓ પોતાના બળદ ગાડામાં વાછરડાઓને બચાવાયા હતા.
Jun 29,2019, 13:50 PM IST
સૌરાષ્ટ્રના ઉદાર વલણને સાબિત કરતા મોરબીવાસીઓ, કચ્છના માલધારીઓની મદદે દોડ્ય
કચ્છ જિલ્લામાં ગત વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી મોટાભાગના માલધારીઓ પોતાના ઢોરને લઈને કચ્છમાંથી બહાર નીકળી ગયા હતા અને જ્યાં પણ ચારો તેમજ પાણીની વ્યવસ્થા મળે છે, ત્યાં તે રોકાણ કરતા હોય છે. આવી જ રીતે કચ્છ જીલ્લાના આડેસરથી હિજરત કરીને નીકળી ગયેલા પરિવારો તેની 25૦ જેટલી ગાયોને લઈને મોરબી નજીકના નાની વાવડી ગામે આવ્યા હતા. તેઓએ ગ્રામજનોને ગૌ વંશ માટે ચારો તેમજ પાણીની વ્યવસ્થા કરી આપવા માટે આજીજી કરી હતી. જેથી નાની વાવડી ગામના લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે માલધારીઓની ગાયો માટે પાણી અને ચારાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તેમજ આગામી ચોમાસા સુધી તેઓને માલઢોર સાથે ત્યાં સાચવવાની આ ગામના ગૌપ્રેમીઓ દ્વારા તૈયારી બતાવવામાં આવી છે.
May 13,2019, 11:29 AM IST

Trending news