ભૂકંપના આંચકા News

ભૂકંપના દાવાનળ પર બેસેલ કચ્છમાં મૂકાઈ એવી સિસ્ટમ, જે જમીનના પેટાળની એક એક હલચલને નોં
કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે. વર્ષ 2001 માં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં કંપનો હવે સામાન્ય બની ગયા છે. તો મહિનામાં 3 થી 4ની તીવ્રતાના આંચકા અનુભવતા હોય છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભુજ સુધી અનુભવાય છે. ધરતીના પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે. થોડા સમય પહેલા જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા કચ્છમાં 35 જેટલી જગ્યાઓ પર સંશોધન અર્થે હાઈ પાવર જીપીએસ એન્ટેના મૂકવામાં આવ્યા છે. અંજાર, આદિપુર, ભુજ, નાગલપર સહિત કુલ 35 જેટલી જગ્યાઓ પર આ હાઈ પાવર જીપીએસ એન્ટેના બેસાડવામાં આવ્યા છે, જે દરેક મિનિટે તે ભૂમિમાં થતી હલનચલનને નોંધી તેની માહિતી આપે છે. આ જીપીએસ મોબાઈલ અને અન્ય ઉપકરણો આવતા જીપીએસ કરતા અનેક ઘણો તાકાતવર છે અને 0.1 મિલીમિટરના કંપન પર પણ નોંધ કરે છે.
Mar 17,2022, 16:35 PM IST

Trending news