તાલાલામાં મોડી રાત્રે અને મોરબીમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, કોઈ જાનહાની નહીં

જુનાગઢ જિલ્લાના તાલાલામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા.

તાલાલામાં મોડી રાત્રે અને મોરબીમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, કોઈ જાનહાની નહીં

જુનાગઢઃ જુનાગઢ જિલ્લાના તાલાલામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા. અહીં રાત્રે 1.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તો સવારે 5.52 કલાકે 2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. મોડી રાત્રે અચાનક ભૂકંપનો આંચકો આવતા આરામ કરી રહેલા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. 

મોડી રાત્રે આવ્યો ભૂકંપ
તાલાલામાં ભૂકંપનો પ્રથમ ઝટકો મોડી રાત્રે 1.12 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા 3.2નો હતો. ત્યારબાદ વહેલી સવારે 5 કલાક અને 52 મિનિટે ફરી ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 2ની હતી. આમ તાલાલામાં એક રાતમાં બે ભૂકંપના ઝટકા આવ્યા છે.

મોરબીમાં પણ આવ્યો આંચકો
તાલાલા બાદ મોરબી શહેરમાં સવારે સાત કલાક આપસાપ 1.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આમ એક રાતમાં રાજ્યના બે શહેરોમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. મહત્વનું છે કે આ પહેલા ગુરૂવારે રાત્રે કચ્છમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news