દિલ્હી-NCRમાં મોડી રાતે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, સહેવાગે કહ્યું- બધુ હલી ગયું ભાઈ

ગુરુવારે મધરાતે 11:46 વાગે દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં ભૂકંપ (Earthquake) ના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાન (Rajasthan) ના અલવરની આજુબાજુ જમીનથી લગભગ પાંચ કિંમી ઊંડુ હતું. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 આંકવામાં આવી. 
દિલ્હી-NCRમાં મોડી રાતે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, સહેવાગે કહ્યું- બધુ હલી ગયું ભાઈ

નવી દિલ્હી: ગુરુવારે મધરાતે 11:46 વાગે દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં ભૂકંપ (Earthquake) ના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાન (Rajasthan) ના અલવરની આજુબાજુ જમીનથી લગભગ પાંચ કિંમી ઊંડુ હતું. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 આંકવામાં આવી. 

ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો પોતાના ઘરેમાંથી બહાર નીકળી ગયા. ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરીને કહ્યું કે બધુ હલી ગયું ભાઈ. પ્રાથમિક સૂચના મુજબ હાલ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. 

— ANI (@ANI) December 17, 2020

તેના થોડા કલાક પહેલા રાજસ્થાનના સીકર જિલ્લામાં પણ ભૂકંપના હળવા ઝટકા મહેસૂસ થયા હતા. હવામાન ખાતાના ડાઈરેક્ટર રાધેશ્યામ શર્માએ જણાવ્યું કે સવારે 11:26 વાગે સીકરમાં ભૂકંપના હળવા આંચકા મહેસૂસ થયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0ની નોંધાઈ હતી. તેમણે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર રીંગસની આસપાસ જમીનમાં લગભગ પાંચ કિલોમીટર ઊંડે હતું. સીકર પોલીસ કંટ્રોલ રૂમ મુજબ ભૂકંપથી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનની હાલ સૂચના નથી. 

— Virender Sehwag (@virendersehwag) December 17, 2020

ભૂકંપના 4 સિસ્મિક ઝોન
દેશ 4 પ્રકારના સિસ્મિક ઝોન (2,3,4,5) માં વહેંચાયેલો છે. દિલ્હી-એનસીઆર ઝોન 4માં આવે છે. તબાહીના મામલે તે બીજા નંબરનો ઝોન છે. આ ઝોનમાં રિક્ટર સ્કેલ પર સાતથી આઠની તીવ્રતાનો ભૂકંપ  આવવાની શંકા રહે છે. દિલ્હી-એનસીઆર ભૂકંપને લઈને પ્રબળ જોખમવાળા ઝોનમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news