આ દેશમાં ભૂકંપના આંચકાએ મચાવી મોટી તબાહી, સુનામીની અપાઈ ચેતાવણી
Trending Photos
નવી દિલ્હી: તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સેલ પર ભૂકંપની તીવ્રતા 7 માપવામાં આવી છે. ઘણા મકાનો અને બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઇ છે. રાહત અને બચાવ કામ શરૂ કરવામાં આવ્યું છે. ભૂકંપના આંચકા બાદ સુનામી એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શહેરોમાં દરિયાનું પાણી ઘૂસી રહ્યું છે.
આ પણ વાંચો:- ફ્રાંસ: આતંકી હુમલાનો ભોગ બનેલી મહિલાએ મૃત્યુ પહેલા ઉચ્ચાર્યા હતા આ શબ્દો, ભાવુક થઈ જશો
ભૂકંપનું કેન્દ્ર બિંદુ તુર્કીના ઇઝમિર પ્રાંતથી 17 કિલોમિટર દુર એઝિએન સમુદ્રમાં 16 કિમી અંદર જણાવી રહ્યાં છે. ભૂકંપથી સૌથી વધારે ઇઝમિર પ્રાંતને નુકસાન થયું છે. અહીં 20 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. ઇઝમિરમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો:- મલેશિયાના પૂર્વ PM એ ફ્રાન્સ વિરુદ્ધ આપ્યું ભડકાઉ નિવેદન, ટ્વિટરે તાબડતોબ કરી કાર્યવાહી
İzmir'den gelen görüntüler. #deprem pic.twitter.com/N1urGSVKfo
— Pusholder (@pusholder) October 30, 2020
ભૂકંપના આંચકા તુર્કીના ઇસ્તાંબુલ અને ગ્રીસના એથેન્સમાં પણ અનુભવાયા છે. જો કે, અહીં નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નછી. ગ્રીસના સામોસ આઇલેન્ડ પર ભારે આંચકા અનુભવાયા છે. ત્યાં લોકો ઘરથી બહાર નિકળી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે