ઇપીએફ News

મોદી સરકારના આ નવા ફોર્મૂલાથી વધી જશે તમારી ઓન હેન્ડ સેલરી!
કેંદ્રીય કર્મચારીઓના 7મા પગાર પંચથી વિરૂદ્ધ બેસિક પે વધારવાની માંગ વચ્ચે કેંદ્વ સરકારે સેલરી વધારવાની બીજી રીત શોધી કાઢી છે. મીડિયા રિપોર્ટમાં દાવો છે કે શ્રમ મંત્રાલય એવી યોજના  પર કામ કરી રહી છે જેથી કર્મચારીના પીએફમાં કોંટ્રિબ્યૂશન 12 ટકાથી ઘટાડીને 10 ટકા થઇ જાય. હાલ કર્મચારી અને એમ્પલોયર સાથે મળીને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) કોષમાં 24 ટકાનું કોંટ્રિબ્યૂશન કરે છે. તેમાં કર્મચારીના વેતનમાંથી 12 ટકા, એમ્પ્લોયર તરફથી બેસિકના 3.67 ટકા યોગદાન ઇપીએફમાં અને 8.33 ટકા કર્મચારી પેંશન યોજનામાં કોંટ્રિબ્યૂશન થાય છે. શ્રમ મંત્રાલયની સમિતિ ઓગસ્ટના અંત સુધી પોતાનો ફાઇનલ રિપોર્ટ આપશે. 
Aug 3,2018, 14:27 PM IST

Trending news