ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજનાનો લાભ લેવા માટે ખોટા ઓપરેશન કરી લોકોને મોતની ઘાટ ઉતારી દેનારા કૌભાંડ બાદ એક બાદ એક કાંડ સામે આવી રહ્યાં છે. હવે ખોટી રીતે આયુષ્માન કાર્ડ બનાવી આપવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે કરેલું કાંડ કોણ ભૂલી શકે?, પૈસા કમાવવાની લાલચમાં આયુષ્યમાન કાર્ડની આડાસમાં કરેલું કાંડ સૌને યાદ હશે. આ કાંડના એક એક આરોપીઓ ઝડપાઈ રહ્યા છે. વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે...આરોગ્ય વિભાગના આ કર્મચારીએ ખ્યાતિ હોસ્પિટલને ઘણી મદદ કરી હતી...ગરીબોની આશાનું કિરણ કહેવાતા આયુષ્યમાન કાર્ડમાં કૌભાંડ કરનારો કોણ છે આ આરોપી?, ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં શું હતો તેનો રોલ?...જુઓ આ અહેવાલમાં....
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ખોટા ઓપરેશન કરી ખોટી રીતે PMJAYનો લાભ લેવાના કેસમાં એક પછી એક આરોપીઓ ઝડપાઈ રહ્યા છે...ત્યાં વધુ ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે...જેમાં શૈલેષ આનંદ, મિલાપ પટેલ અને નિખિલ...આ ત્રણે આરોપીઓને પોલીસે લાંબા સમય પછી શોધી કાઢ્યા છે...આ ત્રણેયમાંથી મિલાપ પટેલ નામનો જે આરોપી છે તે આરોગ્ય વિભાગનો કર્મચારી છે. આ એ જ આરોપી છે જેણે ખ્યાતિ હોસ્પિટલને મદદરૂપ થવા માટે ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા હતા...10 દિવસ પહેલા જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી...આ ગેંગ સાથે પણ મિલાપ પટેલ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
જ્યારથી ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો ત્યારથી જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઈમ બ્રાંચની રડારમાં હતા...મિલાપ પટેલ નામનો આરોપી આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો...2017થી નોકરી કરતો મિલાપ આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કરવાનું કામ કરતો હતો...મિલાપ પટેલે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કર્યા હતા. તેને કાર્ડ દીઠ ફિક્સ રકમ પણ મળતી હતી. ગાંધીનગર આરોગ્ય વિભાગમાં આયુષ્યમાન કાર્ડ ખોટી રીતે કાઢી આપીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. પોલીસને શંકા છે કે, મોટાં કૌભાંડો કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓ જ કર્યા છે પણ તેની ગોઠવણ હેલ્થ ડિપાર્ટમેન્ટના કાયમી કર્મચારી સાથે હોય તેવી શંકા છે અને તે બાબતે પણ તપાસ ચાલી રહી છે.
કોણ છે મિલાપ પટેલ?
આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો
આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કરવાનું કામ કરતો હતો
લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કર્યા હતા
કાર્ડ દીઠ ફિક્સ રકમ પણ મળતી હતી
ક્રાઈમબ્રાંચે બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી સરકારને ચુનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો...જેમાં ખ્યાકાંડનો આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું...કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ PMJAY કાર્ડ તૈયાર કરાવતો હતો. લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માત્ર 1500 રૂપિયામાં બોગસ PMJAY કાર્ડ બનાવવામાં આવતું હતું. આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડાં કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. આ કૌભાંડ બાબતે 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, નિમેશ ડોડિયા, મોહમ્મદ ફઝલ શેખ , મોહમ્મદ અશફાક શેખ, નરેન્દ્રસિંહ ગોહિલ, ઈમ્તિયાઝ રાશિદ, ઈમરાન જાબીર હુસૈન કારીગર અને નિખિલ પારેખનો સમાવેશ થાય છે.
આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ
કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂતે 8 લોકો સાથે મળીને કૌભાંડ આચર્યું
કાર્તિકના કહેવાથી ચિરાગ રાજપૂત બોગસ PMJAY કાર્ડ કઢાવતો હતો
માત્ર 1500 રૂપિયામાં બોગસ PMJAY કાર્ડ બનાવવામાં આવતું હતું
સરકારી પોર્ટલમાં ચેડાં કરી સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું
કૌભાંડ બાબતે 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો
કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, નિમેશ ડોડિયા, મોહમ્મદ ફઝલ શેખ
મોહમ્મદ અશફાક શેખ, નરેન્દ્રસિંહ ગોહિલ, ઈમ્તિયાઝ રાશિદ
ઈમરાન જાબીર હુસૈન કારીગર અને નિખિલ પારેખ છે આરોપી
ઝડપાયેલા આ તમામ આરોપીઓની સઘન પૂછપરછમાં અનેક નવા ખુલાસા થઈ શકે છે. ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં બેસતો મિલાપ પટેલ જ ખ્યાતિ હોસ્પિટલની જરૂરિયાત મુજબ આયુષ્યમાન કાઢી આપતો હતો...હવે એ જોવાનું રહ્યું કે આગળ શું નવા ખુલાસા થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે