EPF યોજનાના શેરધારકોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો , એક વર્ષમાં કરોડો લોકોએ આપ્યો સાથ

કર્મચારી પ્રોવિડન્ટ ફંડ(EPF) યોજના અંતર્ગત સપ્ટેમ્બર 2017થી ઓગસ્ટ 2018 સુધીમાં જ 1.45 કરોડ નવા શેરધારકો જોડાયા છે. સરકારે સંગઠિત ક્ષેત્રોમાં રોજગારના આંકડાઓ એક દિવસ પહેલા જ જાહેર કર્યા હતા.

EPF યોજનાના શેરધારકોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો , એક વર્ષમાં કરોડો લોકોએ આપ્યો સાથ

નવી દિલ્હી: કર્મચારી પ્રોવિડન્ટ ફંડ(EPF) યોજના અંતર્ગત સપ્ટેમ્બર 2017થી ઓગસ્ટ 2018 સુધીમાં જ 1.45 કરોડ નવા શેરધારકો જોડાયા છે. સરકારે સંગઠિત ક્ષેત્રોમાં રોજગારના આંકડાઓ એક દિવસ પહેલા જ જાહેર કર્યા હતા. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયે એપ્રીલ 2018માં સંગઠિત ક્ષેત્રમાં રોજગાર આંકડાઓ જાહેર કર્યા હતા. મંત્રાલયએ શેરધારકોની જાણકારી આપી હતી, કે જે લોકો ત્રણ મોટી યોજનાઓ કર્મચારી કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (EPFO), કર્મચારી રાજ્ય વીમાં યોજના(ESIC) અને રાષ્ટ્રીય પેન્શન યોજના(NPS)નો લાભ લીધો અથવા તેની સાથે જોડાયા હોય.

18.55 લાખ શેરધારકોએ ફરીથી યોગદાન આપવાનું શરૂ કર્યું. 
આંકડાઓ અનુસાર ઇપીએફ સાથે જોડાણ કરવનાર નવા શેરધારકોની સંખ્યા સપ્ટેમ્બર 2017થી ઓગસ્ટ 2018ની વચ્ચે 1,45,63,864 રહ્યા હતા. જે અનુસાર આશરે 91 લાખ કર્મચારી ભવિષ્ય નિધિ યોજનાના દાયરથી બહાર થયા હતા. પરંતુ અપીએફઓના દાયરાથી બહાર થનારા આશરે 18.55 લાખ શેરઘારકો ફરીથી આ અવધિ દરમિયાન યોગદાન આપવાનું શરૂ કર્યું છે.

ईपीएफ, EPF, national pension system, nps, employees provident funds, employees state insurance scheme, esic, कर्मचारी भविष्य निधि

મંત્રાલય અનુસાર સપ્ટેમ્બર 2017થી ઓગસ્ટ 2018ની વચ્ચે એનપીએસ અનુસાર જોડાણ કરનારા શેરધારકોની સંખ્યા 6,89,385 રહી હતી. સરકાર માસિક આધાર પર ઇએલઆઇલી શેરધારકોની સંખ્યા જાહેર કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news