5 કરોડ PF ધારકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા સરકાર આપશે ખુશખબરી !

જો તમે નોકરીયાત છો અને તમારુ પીએફ એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે જ છે

5 કરોડ PF ધારકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા સરકાર આપશે ખુશખબરી !

નવી દિલ્હી : જો તમે પણ નોકરીયાત વ્યક્તિ છો અને તમારૂ પીએફ એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે છે. સરકાર ઇપીએસ 1995 સ્કીમ (EPS 1995 scheme) હેઠળ લઘુત્તમ પેંશનને વધારીને 3000 રૂપિયા સુધી કરવાની યોજના ઝડપથી લાવી શકે છે. હાલનાં સમયમાં આ યોજના હેઠળ કર્મચારીઓને 1000  રૂપિયા સુધીની લઘુતમ પેંશનની વ્યવસ્થા છે.  નાણામંત્રી પીયુષ ગોયલે વચગાળાનાં બજેટમાં વડાપ્રધાન શ્રમયોગી માનધન યોજના હેઠળ અસંગઠીત ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લઘુત્તમ પેંશન 3000 રૂપિયા ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ યોજનાના કામદારો 15 ફેબ્રુઆરીથી જોડાઇ શકે છે. 

પેંશનની સીમા વધારવાની માંગ
સરકાર બજેટમાં જાહેર કરાયેલા આ મેગા પેંશન સ્કીમને ચૂંટણી પહેલા અમલમાં લાવવા માંગે છે. ઇપીએફઓનાં કેન્દ્રીય બોર્ડનાં ટ્રસ્ટી તથા ભારતીય મજુર સંઘના મહાસચિવ વિરજેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, લાંબા સમયથી પેંશનની સીમાને વધારીને 3000 રૂપિયા કરવામાં આવવાની માંગ કરી રહ્યા છે.  અત્યાર સુધી કર્મચારીઓને ઇપીએસ 1995ની યોજના હેઠળ માત્ર 1000 રૂપિયાની પેંશન  જ મળતું હતું. સરકાર જો આ વ્યવસ્થા કરે છે તો ઇપીએફઓનાં તમામ સભ્યોને લઘુત્તમ 3 હજાર રૂપિયાનું પેંશન મેળવવા માટે અધિકૃત હશે. 

12 હજાર કરોડ રૂપિયાનો વાર્ષિક બોજ
ભારતીય મજુર સંઘે પેંશનને 3 હજાર સુધી વધારવાની માંગને સરકારને મોકલી આપી છે. સમાચારો અનુસાર સરકાર લોકસભા ચૂંટણી પહેલા આ અંગે જાહેરાત કરી શખે છે. ઇપીએફઓનાં સેન્ટ્રલ બોર્ડનાં તમામ ટ્રસ્ટીઓએ આ અંગે સરકાર પાસે પેંશનની સીમા વધારવા માટેની જાહેરાત કરી છે.  

સરકાર ઇપીએસ યોજના હેઠળ પેંશનની લઘુત્તમ સીમાને વધારીને 2 હજાર રૂપિયા કરવા અંગે ગંભીરતાતી વિચાર કરી રહી છે. જો સરકાર આ નીર્ણય લેશે તો તેને વાર્ષિક 12 હજાર કરોડ રૂપિયાનો વાર્ષિક બોઝ પડશે. હાલ સરકાર આ યોજના હેઠળ 9 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. એવામાં સરકાર પર 3 હજાર કરોડનો બોઝ વધી જશે. હાલ આ પ્રસ્તાવ નાણામંત્રાલય પાસે વિચારાધીન છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને પેંશનને વધારવાનો નિર્ણય લઇ શકે છે. સરકારની તરફતી આ પગલું ઉઠાવવામાં આવે છે તો તેના આશરે 5 કરોડ ખાતાધારકોને ફાયદો મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news