ખુશખબરી! નોકરી બદલ્યા બાદ આપોઆપ EPF થશે ટ્રાન્સફર, EPFOની તડામાર તૈયારી

ઇપીએફઓનાં સભ્યોને સાર્વભૌમિક ખાતા સંખ્યા(UAN) રાખ્યા બાદ પણ ઇપીએફ સ્થાનાંતરણ કરવા માટે અલગથી અપીલ કરવી પડે છે

ખુશખબરી! નોકરી બદલ્યા બાદ આપોઆપ EPF થશે ટ્રાન્સફર, EPFOની તડામાર તૈયારી

નવી દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્યો આગામી નાણાકીય વર્ષથી નોકરી બદલવા અંગે ઇપીએફ રાશિ સ્થાનાંતરણ કરવાની અપીલ કરવાની જરૂરિયાત નહી હોય. આ પ્રક્રિયાથી ઓટોમેટિક બનાવવાની કામ ચાલી રહી છે. શ્રમ મંત્રાલયના એખ અધિકારીએ આ અંગે માહિતી આપી. 

હાલ ઇપીએફઓનાં સભ્યોને સાર્વભૌમિક ખાતા સંખ્યા (UAN) રાખ્યા બાદ પણ ઇપીએફ સ્થાનાંતરણ કરવા માટે અલગથી અપીલ અરજી કરવી પડતી હોય છે. ઇપીએફઓને દર વર્ષે ઇપીએફ બદલી કરવાનાં આશરે 8 લાખ અરજીઓ મળે છે. 

આવતા વર્ષે ચાલુ થઇ શકે છે આ સુવિધા
શ્રમ મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ઇપીએફઓ પ્રાયોગિક આધારે નોકરી બદલનારને ઇપીએફનાં ઓટોમેટિક હસ્તાંતરણ પર કામ કરી રહ્યું છે. તમામ સભ્યો માટે સહ સુવિધા આવતા વર્ષે કોઇ પણ સુવિધા ચાલુ કરવામાં આવી શકે છે. 

અધિકારીએ કહ્યું કે, ઇપીએફઓને પેપરલેસ સંગઠન બનવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પોતાના સંચાલન પ્રણાલીના અભ્યાસનું કામ સીડેકને આપ્યું છે. હાલ 80 ટકા કાર્ય ઓનલાઇન થઇ રહ્યું છે. લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં નોકરી બદલવા અંગે ઇપીએફનું ઓટોમેટિક હસ્તાંતરણ થશે. 

અધિકારીએ કહ્યું કે, જેમ કે નવા નિયુક્ત ઇપીએફ રિટર્ન દાખલ કરશે. જેમાં નવા કર્મચારીના યુએએનનો સમાવેશ થશે, જેમ કે આ અગાઉ ઇપીએફ યોગદાન અને તેના પર મળતું વ્યાજ ઓટોમેટિક બદલી જશે. નોકરી બદલવા અંગે ઇપીએફનું સ્વયં હસ્તાંતરક્ષ થવા અંગે સભ્યોને ઘણો લાભ થશે, કારણ કે યુએએન એક બેંક ખાતા જેવું થઇ જશે. તેના કોઇ ફરક નહી પડે કે કંપનીઓ બદલાતી રહે. તે માત્ર વ્યક્તિ સંચાલિત બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news