આદિત્ય ઠાકરે News

સુશાંત કેસ: આદિત્ય ઠાકરેના નિવેદન પર ભડકી કંગના, કહ્યું- પહેલા તમારા પિતા પાસે આ 7 સ
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણે તોફાન આવી ગયું છે. નિધનના લગભગ 50 દિવસ  થયા બાદ આ કેસની તપાસમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યાં છે. રાજનેતાઓથી લઈને ફિલ્મી હસ્તીઓ સુશાંત આત્મહત્યા કેસમાં પોતાના મત રજુ કરી રહ્યાં છે. હાલમાં જ મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ પોતાના પર લાગેલા આરોપોને છીછરા રાજકારણ ગણાવીને કહ્યું કે સરકારની સફળતા અને લોકપ્રિયતા જોઈને લોકો તેને પચાવી શકતા નથી. તેમણે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે રાજકારણ રમવાનું શરૂ કરી દીધુ છે. તેમણે કોઈનું નામ ન લેતા કહ્યું કે રાજનીતિક દ્રષ્ટિએ કેટલાક અસંતુષ્ટ લોકો અનાવશ્યક રીતે ઠાકરે પરિવાર અને તેમને નિશાન બનાવી રહ્યાં છે. 
Aug 5,2020, 12:15 PM IST
'આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામ પર શપથ લીધા, આ બાળાસાહેબની શિવસેના નથી'
શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ તરફથી મુંબઈની હોટલ ગ્રેન્ડ હયાતમાં કરાયેલા 162 ધારાસભ્યોના શક્તિ પ્રદર્શન પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે. ભાજપના ધારાસભ્ય આશીષ શેલારે કહ્યું કે ઓળખ પરેડ આરોપી વ્યક્તિઓના મામલે થાય છે. ચૂંટાઈ આવેલા ધારાસભ્યોના મામલે નહીં. આ ધારાસભ્યો અને તે લોકોનું અપમાન છે જેમણે તેમને ચૂંટ્યા છે. શેલારે ધારાસભ્યોની 162 હોવાની સંખ્યા ઉપર પણ સવાલ ઉઠાવ્યાં. તેમણે કહ્યું કે હું તો કહું છું કે હોટલમાં બહુમતનો આંકડો 145 ધારાસભ્યો પણ નહતાં. કારણ કે કોઈએ એક-એક વિધાયકની ગણતરી કરી નથી. મહારાષ્ટ્રના બાન્દ્રા પશ્ચિમથી ધારાસભ્ય આશીષ શેલારે કહ્યું કે આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામના શપથ લીધા છે, તે બાળાસાહેબની શિવસેના નથી. 
Nov 25,2019, 22:55 PM IST

Trending news