Ganesh Chaturthi 2020: રાજનેતાઓએ આ રીતે કર્યું વિઘ્નહર્તા ગણપતિનું સ્વાગત, જુઓ PHOTOS
જુઓ બપ્પાના પૂજન દરમિયાન કેટલીક ખાસ તસવીરો
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે ગણેશ ચતુર્થીની ધૂમ જોવા મળી રહી છે. આજથી આ પાવન પર્વની શરૂઆત થઇ રહી છે. ત્યારબાદ આગામી 10 દિવસ સુધી દુનિયાભરમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે. આ વખતે કોરોનાના કારણે મોટા પંડાલોને પરવાનગી મળી નથી, એવામાં સેલેબ્રિટીઝ પોતાના ઘરમાં જ બપ્પાને વિરાજમાન કરી રહ્યા છે. જુઓ આ દરમિયાનની કેટલીક ખાસ તસવીરો..
પરિવાર સાથે કરી ગણપતિની આરાધના
ઉદ્ધવ ઠાકરેએ પત્ની રશ્મિ ઠાકરે, પુત્ર આદિત્ય અને તેજસ ઠાકરે સાથે ગણપતિ બપ્પાની આરાધના કરી.
બપ્પાની આરતી કરતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના સરકારી નિવાસ વર્ષામાં ગણપતિ બપ્પાની મૂર્તિ સ્થાપિત કરી છે. આ દરમિયાન તે ગણપતિની આરતી કરતાં જોવા મળ્યા.
કેન્દ્રીય મંત્રી ગડકરીના ઘરે વિરાજમાન થયા બપ્પા
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુર સ્થિત પોતાના નિવાસ પર ગણપતિ બપ્પાની મૂર્તિ સ્થાપિત કરી છે. આ દરમિયાન તેમનો પરિવાર પારંપારિક વેશભૂષામાં જોવા મળ્યો.
મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું ગડકરીનું ઘર
વિધિવત મંત્રોચ્ચાર સાથે પૂજા કરીને ગડકરી પરિવારે બપ્પાની મૂર્તિની સ્થાપના કરતાં આરતી કરી.
રાજ્યસભા સાંસદ સંજય રાઉત
શિવસેનાના મુખપત્ર સામનાના કાર્યકારી સંપાદક અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત મહારાષ્ટ્રના અલીબાગમાં પોતાના ઘરમાં ગણપતિ બપ્પાની આરાધનામાં લાગ્યા હતા.
પત્ની સંગ લીધા બપ્પાના આર્શીવાદ
સંજય રાઉતે પોતાની પત્ની સંગ વિઘ્નહર્તા ગણપતિ બપ્પાની પૂજા અર્ચના કરી અને તેમના આર્શિવાદ પ્રાપ્ત કર્યા.
ભાજપ નેતા પંકજ મુંડે
મહારાષ્ટ્રમાં ભાજપના નેતા પંકજા મુંડેએ પણ બપ્પાનું જોરદાર રીતે સ્વાગત કર્યું. આ તસવીરમાં તે બપ્પાને તિલક લગાવતી જોવા મળી રહી છે.
પૂજા બાદ બપ્પા સાથે લીધો ફોટો
ઘર પર વિધિ વિધાન અને પરંપરાની સાથે ગણપતિની પૂજન કર્યા બાદ તેમણે બપ્પાની સાથે એક તસવીર લીધી, જેમાં તેમનો પુરો પરિવાર જોવા મળી રહ્યો છે.
પરિવાર સાથે ગણપતિની આરાધના
આ તસવીર દક્ષિણ ભારતથી સામે આવી છે જેમાં તમિલનાડુ સીએમ એડપ્પાદીના ફલાનીસ્વામી (ઇપીએસ) બપ્પાના આર્શિવાદ લઇ રહ્યા છે.
પરિવાર સાથે ગણપતિની આરાધના
ગણેશ ચતુર્થીના અવસર પર તમિલનાડુ સીએમ ઇપીએસએ પોતાના મૂળ સલેમ જિલ્લામાં પરિવાર સંગ બપ્પાની આરતી કરી.
Trending Photos