સુશાંત સિંહ કેસમાં પ્રથમ વખત આવ્યું આદિત્ય ઠાકરેનું રિએક્શન, ટ્વીટમાં કહી આ વાત
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મામલે પ્રથમ વખત વિપક્ષી દળના આરોપો પર પલટ વાર કર્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોતથી તેમનો કોઇ સંબંધ નથી અને આ મામલે તેમના પર જે આરોપ લગાવવામાં આવી રહ્યાં છે તે તમામ પાયાવિહોણા છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું, "જો કોઈના પર કોઈ આરોપ હોવાના પુરાવા છે, તો તેઓને તાત્કાલિક પોલીસને સોંપવો જોઈએ, પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે."
કોરોનાના એક્ટિવ કેસ સામે બમણી સાજા થતા લોકોની સંખ્યા, વેક્સીનને લઇ સ્વાસ્થ્ય મંત્રાલયે કહી આ વાત
આદિત્ય ઠાકરેએ આ પણ કહ્યું કે, આ ઘટનાક્રમ પર વિપક્ષી દળ ખુબજ નીચલા સ્તરનું રાજકારણ કરી રહ્યું છે અને આ વાત પર આટલું બધુ થયા પછી ઠાકરે પરિવાર શાંત નહીં બેસે.
हे तर गलिच्छ राजकारण pic.twitter.com/SvvBtU6qHC
— Aaditya Thackeray (@AUThackeray) August 4, 2020
મરાઠીમાં જારી કર્યું નિવેદન
શિવસેના સુપ્રિમો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજ્યના પર્યાવરણ મંત્રીએ મરાઠી ભાષામાં નિવેદન જારી કર્યું છે. આ દરમિયાન મરાઠી ભાષાના ખુલાસામાં તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર ચોવીસ કલાક જે કંઇક ચલાવવામાં આવે છે તે પાયાવિહોણું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કેસ દરમિયાન વાયરલ થયેલી તમામ સિદ્ધાંત સંપૂર્ણપણે ખોટી અને બકવાસ છે, જેના આધારે વિપક્ષ તેના પરિવાર પર કીચડ ઉછાળવાની સાથે સસ્તી રાજનીતિ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે એક પણ આક્ષેપ અથવા કાવતરાના સિદ્ધાંત માટે કોઈ આધાર નથી અને તેની કારકિર્દીને અસર કરવા માટેનું આ કાવતરું હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે