Stay thirsty News

ગુજરાતમાં વરસાદ છતા પણ સાબરકાંઠા જિલ્લામાં લોકોને ઉનાળે તરસ્યા રહેવું પડે તેવી સ્થિત
જીલ્લામાં ઓછા વરસાદને લઈ હાલમાં ડેમની સપાટીઓમાં કોઈ વધારો થયો નથી. જેના કારણે હાલ તો ડેમના તળીયા પણ દેખાઈ રહ્યા છે, અને જો વરસાદ ખેંચાય તો પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ શકે તેમ છે. સાબરકાંઠા જીલ્લાના ૮ તાલુકા ૬ જેટલા જળાશયો આવેલા છે. ધરોઈ જળાશય સાથે મળીને ૭  જળાશય થાય છે. જળાશયની પરિસ્થિતિ વાત કરીએ તો ગત સાલ કરતા આ વર્ષે સરેરાશ ૨ ટકાથી લઈને ૧૪ ટકા સુધીનો જથ્થો ઓછો છે. તો હાલની પરિસ્થિતિ એવી છે કે, સિંચાઈ માટે પણ પાણી આપી શકાય તેમ નથી તો ડેમના તળીયા નીચા જવાથી કુવાના સ્તર પર નીચા ગયા છે. હાલ વરસાદ ખેચાતા ખેતી માત્ર ઝરમર વરસાદથી પાક માત્ર લીલો થઈ રહ્યો છે પરંતુ જો વધુ વરસાદ નહિ આવે તો ચોક્કસ પણે ખેતીમાં પણ નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે અને કુવાના તળ પણ નીચે જશે.
Aug 2,2021, 22:33 PM IST

Trending news