Sheri maholla ni khabar News

શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુરના કડીયા ફડિયાની સમસ્યા
જીલ્લાની એક માંત્ર નગરપાલિકા છે છોટાઉદેપુર નગર પાલિકા ...જીલ્લો બન્યા બાદ પાલિકાની ગ્રાન્ટો માં સારો વધારો થયો છે ત્યારે પાલિકા તરફથી નગરના વિકાસ અને નાગરીકોની પ્રાથમિક સુવિધાઓ માટે જરૂરી આયોજન તો કરવામાં આવે છે પરંતુ હજુ પણ નગરમાં એવા વિસ્તારો છે જ્યાં લોકો પ્રાથમિક સુવિધાઓના અભાવને લઇ ત્રસ્ત છે , કડિયા ફળિયાના રહીશો ની ફરિયાદ છે કે તેમના વિસ્તારમાં રોડ રસ્તા , પેવર બ્લોક બેસાડવાના કામ થયા છે , સ્ટ્રીટ લાઈટ ની પુરતી સુવિધા છે પરંતુ જરૂરી એવી ગટર વ્યવસ્થા આજ દિન સુધી નથી કરવામાં આવી જેને લઇ તેઓ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે મચ્છરો નાં ત્રાસનો ભોગ બની રહ્યા છે , સરકાર તરફથી બનાવાયેલા સૌચાલય ભંગાર હાલત માં છે જેને લઇ આજે તેઓ તેનો ઉપયોગ નથી કરી કરી શકતાં અને સૌચ માટે નદીમાં જવું પડે છે.
Dec 24,2019, 21:56 PM IST
શેરી મહોલ્લાની ખબર: નવસારી નવાનગરના રહિશોની સમસ્યા
શેરી મહોલ્લાની ખબરમાં આજે આપણે વાત કરીશુ ચીખલી તાલુકાના સારવણી ગામના નવાનગર ફળિયાની આ ફળિયામાં ગરીબ આદિવાસી પરિવારો રહે છે.ત્યારે આ ફળિયામાં લોકો ખેતી અને પશુપાલન કરી પોતાનુ તેમજ પરીવારનુ ગુજરાન ચલાવે છે.આ ફળિયાના લોકોને શિયાળામાં પણ પાણીની મુખ્ય તકલીફ છે.પાણી માટે ટાંકી બનાવી મોટર મુકવામાં આવી છે.પરંતુ જે કનેકશન આપવામાં આવવા જોઈએ એ કનેકશન આપવામાં આવ્યા નથી.ત્યારે લોકોએ વેચાતુ પાણી લેવુ પડી રહ્યુ છે.સાથેજ પશુઓ માટે પણ પાણીની તકલીફ પડતા લોકો એ ઘરની બહાર પ્લાસ્ટીકના પીપ અથવા તો ટાંકીમાં પાણીનો સંગ્રહ કરવો પડે છે.ત્યારે લોકોને વહેલી તકે પાણી મળે તેવુ ફળિયાના લોકો ઈચ્છી રહ્યા છે.
Dec 24,2019, 18:30 PM IST
શેરી મહોલ્લાની ખબર: બોટાદના આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
Dec 23,2019, 18:10 PM IST
શેરી મહોલ્લાની ખબર: ભરૂચ તુલસીધામ વિસ્તારમાં બનેલા રોડમાં ભષ્ટ્રચાર
Dec 23,2019, 18:05 PM IST
શેરી મહોલ્લાની ખબર: મોડાસાના ટીંટોઇ વિસ્તારના લોકોની સમસ્યા
Dec 19,2019, 19:45 PM IST
શેરી મહોલ્લાની ખબર: વેરાવળની આવાસ યોજનામાં ગટર અને ગંદકીનો ત્રાસ
Dec 18,2019, 18:30 PM IST
શેરી મહોલ્લાની ખબર: મહિસાગરના સંતરામપુર વિસ્તારના લોકોને પીવાના પાણીની તકલીફ
Dec 17,2019, 17:35 PM IST

Trending news