શેરી મહોલ્લાની ખબર: ભરૂચ તુલસીધામ વિસ્તારમાં બનેલા રોડમાં ભષ્ટ્રચાર
ભરૂચના તુલસીધામ વિસ્તારમાં જ ઝાડેશ્વર થી કસક સુધીના રોડનું કામ ચાલુ હોય જેમાં ભ્રષ્ટાચાર ના ભણકારા વાગી રહ્યા હોવાનું શહેરના સામાજિક આગેવાનો પાસેથી zee 24 કલાક એ ખબર પડી હતી. સ્થળ પર તપાસ કરતા જોવા મળ્યું કે ઝાડેશ્વર થી કસક સુધી નો રોડ 2018 ડિસેમ્બર મહિના માં જ બનાવાયો હતો. ફરી આજ રોડ માટે બે કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી અને તેનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રોડને જોતા જ ખબર પડી જાય કે નહિવત માત્રામાં ડામર વાપરી અને રોડ ઉપર પાતળું લેયર લગાડવામાં આવી રહ્યું છે. જેમાંથી પણ કપચી રોડ બનતાની સાથે જ બે દિવસમાં બહાર આવી ગઇ છે. કપચી રોડ ઉપર ફેલાઈ જતા અકસ્માતનો પણ ભય હોય છે.