શેરી મહોલ્લાની ખબર: છોટાઉદેપુરમાં રેલવે ફાટર બંધ થતા સ્થાનિકોમાં પરેશાની
છોટાઉદેપુર નગર પાલિકા નગરનાં વોર્ડ નંબર એકનાં સ્ટેશન વિસ્તાર માં લોકો વિજળી-પાણી-સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓનાં અભાવને વેઠી રહ્યા છે. સાથે આ વિસ્તારના લોકો સાથે ઉત્તર દિશાના 40થી વધુ ગામોના લોકો જ્યાંથી અવાર જવર કરે છે. એવા આ રોડ ઉપર આવેલ રેલ્વે ફાટક બંધ કરાયા બાદ આજ સુધી અહી ઓવરબ્રિજની કામગીરી શરુ કરવામાં નથી આવી. તો બીજી તરફ ફાટક વાળો રસ્તો બંધ થતા તેનાં વિકલ્પ રૂપે આપેલ ડાયવર્ઝનનો રસ્તો પણના બનાવાતા અહીથી પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.