શરૂ થયો આ 5 રાશિના જાતકોનો ખરાબ સમય, આગામી 30 દિવસ રહેવું પડશે સાવધાન.....

Malmas Month 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મલમાસનો મહિનો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ખપ્પર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. નોંધનીય છે કે જ્યોતિષમાં આ યોગને ખુબ અશુભ માનવામાં આવે છે. જાણો આ દરમિયાન કયા જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે...

મીન રાશિ

1/5
image

નોંધનીય છે કે આ રાશિના જાતકોએ ખપ્પર યોગ બનવાને કારણે કામકાજ પર ખાસ ધ્યાન આપવું પડશે. તો નોકરી કરનાર જાતકોને પણ નિરાશા હાથ લાગશે. વેપારમાં લાભ ઓછો થશે. 

વૃશ્ચિક રાશિ

2/5
image

જ્યોતિષ શાસ્ત્રનું કહેવું છે કે અધિક મહિનો વૃશ્ચિક જાતકોને ભારે પડી શકે છે. આ સમયે પરિવારમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. વેપારમાં સ્પર્ધાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડશે. બિનજરૂરી ખર્ચ વધશે. આ સમયે જાતકો પર દેવું વધી શકે છે. 

 

કન્યા રાશિ

3/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે કર્ક રાશિના જાતકોના જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જીવનસાથીની સાથે વાદ-વિવાદની સ્થિતિ બની રહેશે, જે જીવનમાં મુશ્કેલીનું કારણ બનશે. આ સમયમાં ખર્ચમાં વધારો થશે. નોકરી કરનાર જાતકોને ઓફિસમાં વિવાદ થઈ શકે છે. જમીન સંબંધી સમસ્યાઓ ઉભી થશે. 

કર્ક રાશિ

4/5
image

નોંધનીય છે કે ખપ્પર યોગ દરમિયાન આ રાશિના જાતકોએ ખર્ચ પર ખાસ કરીને નિયંત્રણ સ્થાપિત કરવું પડશે. વેપારમાં નુકસાન થઈ શકે છે. આ નુકસાન તમારા જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ લાવશે. પરિવારમાં વાદ-વિવાદ વધશે અને જીવનસાથીની સાથે તકરાર થઈ શકે છે. એટલું જ નહીં સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહેશે. 

 

મિથુન રાશિ

5/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અધિક માસમાં બનનાર ખપ્પર યોગથી મિથુન રાશિના જાતકોના જીવન પર નકારાત્મક પ્રભાવ જોવા મળશે. આ દરમિયાન જાતકોના કાર્યક્ષેત્રમાં દબાવ રહેશે. આ સમયે નોકરી કરનાર જાતકોએ અધિકારીઓ તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો લાઇફ પાર્ટનરની સાથે વાદ-વિવાદ થઈ શકે છે.