જન્માષ્ટમીએ દ્વારકા અને શામળાજી મંદિરમાં આ લ્હાવો લેવાનું ચૂકતા નહિ, સવારે 8 વાગે થશે ખાસ

Dwarkadhish Temple : દ્વારકાધીશ મંદિરમાં 7 સપ્ટેમ્બરનો જન્માષ્ટમીનો પર્વ ખાસ બની રહેશે. જન્માષ્ટમી પર્વમાં જગતમંદિર ખાતે લાખો લોકો દર્શને આવતા હોય છે. જેથી દ્વારકાધીશ મંદિરનું જન્માષ્ટમીનું શિડ્યુઅલ જાહેર કરાયું 

જન્માષ્ટમીએ દ્વારકા અને શામળાજી મંદિરમાં આ લ્હાવો લેવાનું ચૂકતા નહિ, સવારે 8 વાગે થશે ખાસ

ઝી બ્યુરો/દ્વારકા: જગતમંદિર દ્વારકામાં કૃષ્ણજન્મને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવી રીતે યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટ અને યુવાનો તડામાર તૈયારી કરી રહ્યા છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ વ્હાલાના વધામણા કરવા માટે આવી રહી છે. મંદિરને લાઈટ, આસોપાલવ, કેળ અને વાંસના તોરણોથી શણગારવામાં આવી રહ્યું છે. આખા ગામમાં 100થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે. જન્માષ્ટમીની સવારે યુવાનો ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢશે. જેમાં હજારો લોકો જોડાશે.મંદિરે આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જગતમંદિર દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી
જગતમંદિર દ્વારકામાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જગત મંદિરમાં કૃષ્ણજન્મનો ઉત્સવ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં જોડાશે. જેને લઈ હવે દ્વારકામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે ઠાકોરજીને કેસરિયા વાઘા પહેરાવવામાં આવશે. આ સાથે કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચઢાવાશે. મહત્વનું છે કે, સોના-ચાંદીના તારથી ભરતકામ કરાયેલા વસ્ત્રો પણ કાળિયા ઠાકરને અર્પણ કરાશે. નોંધનીય છે કે, વસ્ત્રનું ભરતકામ કોલકાતા, સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું છે. 

તારીખ 8 ઓગસ્ટ, 2023 ના રોજ અધિકમાસની જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ત્યારે જગત મંદિરે બીજી જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. યાત્રાધામ દ્વારકામાં 7 સપ્ટેમ્બર ગુરુવાર ના રોજ જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં શ્રીજી નિત્ય ક્રમ મુજબ સવારે 6 વાગે મંગલા આરતી થશે અને મંગલા દર્શન 6 થી 8 રહેશે. સવારે 8 વાગ્યે ઠકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે. જેના બાદ ભગવાન દ્વારકધીશને ઉત્સવ અનુરૂપ સાત ભોગ ધરાવવામાં આવશે. સાંજે શયન ભોગ બાદ નિત્ય ક્રમ મુજબ મંદિર બંધ થશે. તો રાત્રે 12 વાગે જન્મોત્સવ પર્વ નિમિતે જન્મોત્સવ આરતી થશે. કાન્હાના વધામણાંને લઇ ભક્તો માટે રાત્રિના 2:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.

યાત્રાધામ દ્વારકામાં પવિત્ર પરસોત્તમ માસને લઈ બે જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવી છે, જેમાં 7 સપ્ટેમ્બરનો જન્માષ્ટમીનો પર્વ ખાસ બની રહેશે. જન્માષ્ટમી પર્વમાં જગતમંદિર ખાતે લાખો લોકો દર્શને આવતા હોય છે. જેથી દ્વારકાધીશ મંદિરનું જન્માષ્ટમીનું શિડ્યુઅલ જાહેર કરાયું છે. આ મુજબ રહેશે સમગ્ર કાર્યક્રમ.

દ્વારકા મંદિરનો કાર્યક્રમ

  • સવારે 8 થી 10 શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક
  • 10 વાગે સ્નાન ભોગ, 10:30 શૃંગાર ભોગ
  • 11:00 વાગે શૃંગાર આરતી
  • 11:15 વાગ્યે ગ્વાલભોગ
  • 12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન
  • બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
  • સાંજે 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન
  • 5:30 વાગ્યે ઉત્થાપન ભોગ
  • 7:30 વાગ્યે સંધ્યા ભોગ
  • 7: 45 વાગ્યે સંધ્યા આરતી
  • રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ
  • 8:30 વાગ્યે શયન આરતીના દર્શન
  • રાત્રે 9:00 વાગે શ્રીજી અનોસર મંદિર બંધ
  • રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ
  • રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલશે.

યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભાવ અને શ્રધ્ધા પૂરવક ઉજવણી કરવા મંદિર ટ્રસ્ટ અને ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે....જગતના નાથના જન્મોત્સવને વધાવવા શામળાજી વાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ સમગ્ર રાજ્યમાં ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવવામાં આવનાર છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો સહિત ગામના યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મંદિરને લાઈટોની રોશની .આસોપાલવ , કેળ , વાંસના તોરણો બાંધી શણગારવામાં આવ્યું છે.

બીજી તરફ જગતના નાથનો જન્મદિવસ ઉજવવા ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામને આસોપાલવ તેમજ મટકી બાંધી શણગારવામાં આવ્યું છે .ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામમાં 100 થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે જન્માષ્ટમીની સવારે યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં હજારો લોકો શોભાયાત્રામાં જોડાશે શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે ત્યારે સમગ્ર ગામ નંદ ઘેર આનંદ ભયો જાય કાનીયા લાલકી અને જય રણછોડ માનખાન ચોરના નાદે ગાજી અબીલ ગુલાલના રંગે રંગાઈ ભગવાન જગતના નાથના જન્મદિનની વધાવશે. યાત્રાધામ ખાતે જન્માષ્ટમી પર્વ ઉજવવા જન્માષ્ટમી પૂર્વે હજારોની સંખ્યમાં ભક્તો ઉમટયા હતા અને મંદિર પરિસરમાં નાચતા ગાતા જોવા મળ્યા હતા મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા ભક્તોને શાંતિથી દર્શન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે મંદિર વહેલી સવારથી રાત્રીના 12.30 વાગ્યા સુધી દર્શન થાય તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવનાર છે. 

શામળાજી મંદિરનો કાર્યક્રમ

  • મંદિર ખુલશે સવારે 6:૦૦ કલાકે
  • મંગળા આરતી સવારે 6:45 કલાકે
  • શણગાર આરતી સવારે 9.15 કલાકે
  • મંદિર બંધ થશે (રાજભોગધરાવવામાં આવશે) સવારે ૧૧:૩૦ કલાકે
  • મંદિર ખુલશે (રાજભોગ આરતી) બપોરે ૧૨:૧૫ કલાકે
  • મંદિર બંધ થશે (ઠાકોરજી પોઢી જશે)બપોરે ૧૨.૩૦ કલાકે
  • ઉત્થાપન (મંદિર ખુલશે)બપોરે ૨:૧૫ કલાકે
  • સંધ્યા આરતીસાંજે ૭:૦૦ કલાકે
  • શ્રી કૃષ્ણનો જન્મોત્સવ રાત્રે 12 કલાકે
  • જન્મોત્સવ આરતી રાત્રે 12.30 કલાકે
  • શયન આર્તાઈ રાત્રે 12.45 કલાકે
  • મંદિર મંગલ (બંધ) રાત્રે 01 .00 કલાકે

જલદી કરજો! 15000 સ્ટુડન્ટ અને 30 હજાર લોકોને વર્કિંગ વિઝા આપે છે આ દેશ, તક ચૂકતા નહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news