Sad news News

GANDHINAGAR માં નીતિન પટેલની જાહેરાત:ખેડૂતો માટે ખુશીના તો ડોક્ટર્સ માટે ગમના સમાચાર
નાયબ મુખ્યમંત્રીએ આજે મહત્વનાં નિર્ણયો અંગે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અત્યારના સંજોગોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની ખેંચ છે. જે બાબતને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા પાણી પણ છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ત્યારે તમામ પાકો અને પાણીની જરૂરિયાત છે. મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ત્યારે તમામ પાકો અને પાણીની જરૂરિયાત છે તેના સંજોગોમાં કડાણા ડેમ મધ્ય ગુજરાતના ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 160000 હેકટર કરતાં વધુ વિસ્તારમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ સિંચાઇથી મળેલા પાણીના ઉપયોગથી 1 લાખ 60 હજાર હેક્ટર વિસ્તારમાં ખેડૂતો ડાંગરનું વાવેતર કરે છે. ઉનાળામાં પણ સરકારે નર્મદા કેનાલ મારફતે પાણી આપ્યું હતું.
Aug 5,2021, 19:34 PM IST

Trending news