Reported News

ગુજરાતમાં કોરોના ચિંતાજનક સ્તરે: આંકડો 5000ને પાર, 262 લોકોનાં મૃત્યુ નિપજ્યાં
કોરોનાના કેસ મામલે વડોદરા શહેર રાજ્યમાં ત્રીજા ક્રમે છે. વડોદરામાં પણ કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી.  તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 333 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે 160 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 250 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ભાવનગરમાં 6, બોટાદમાં 6, દાહોદમાં 1, ગાંધીનગરમાં 18, ખેડામાં 3, નવસારીમાં 2, પંચમહાલમાં 1, પાટણમાં 3, સુરતમાં 17, તાપીમાં 1, વડોદરામાં 17, વલસાડમાં 1, મહીસાગરમાં 6 અને છોટાઉદેપુરમાં 1 સાથે કુલ 333 કેસ થયા છે. આ પ્રકારે 333 નવા દર્દીઓ સાથે ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 5054 પર પહોંચ્યો છે. જે પૈકી 36 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 3860 સ્ટેબલ છે. 896 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 262 લોકોનાં મોત નિપજ્યાં છે. 
May 2,2020, 20:15 PM IST

Trending news