જમાતારા ગેંગ નવી તરકીબ સાથે લોકોની કરે છે ઠગાઇ, ખાસ વાંચજો અહેવાલ નહી થશે લાખોની ઠગાઇ
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : ડિઝીટલ વોલેટના KYCના નામે છેંતરપીડી કરી જામતારાની ગેંગ પકડાયા બાદ છેતરપિંડીનો આકંડો ઘટયો હોવાનો દાવો સાયબર ક્રાઇમ કરી રહ્યું છે. ફેક સીમકાર્ડ, બેંક એકાઉન્ટ અને ભેદી નામના જામતારા નેટવર્કનો પ્રર્દાફાશ તાજેતરમાં જ થયો હતો. જામતારાની ગેંગએ ગુજરાતના 50 લાખ નાગરિકોને કર્યા હતા ટાર્ગેટ. સાયબર ક્રાઈમની દુનિયામા જામતારા ફ્રોડનુ એપી સેન્ટર છે ત્યારે આ ગેંગનુ શું છે નેટવર્ક જોઈએ અને કેમ જૂની મોડસઓપરેન્ડી બન્ધ કરી ગેંગ એ નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરી?
જામતારાથી કોલ આવ્યો તો સમજો થઈ ગયા કંગાલ, ઝારખંડ જીલ્લાનુ નાનુ ગામ એવા જામતારાએ સાયબર ક્રાઈમની દુનિયામા આતંક મચાવી દીધો છે. નકસલવાદી વિસ્તારમા આ ગેંગએ ફ્રોડ કરવાનુ નેટવર્ક ઉભુ કર્યુ છે. ગુજરાતમા 50 લાખથી વધુ લોકોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અત્યાર સુધીમા ગુજરાતના 3 હજાર જેટલા લોકો ભોગ બની ચુક્યા છે. આ ગેંગની પ્રથમ મોડસ ઓપરેન્ડી એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયુ હોવાનુ કહીને ઓટીપી મેળવીને બેન્કના ખાતા ખાલી કરી દેતા હતા. પરંતુ આ ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડીથી લોકો જાગૃત થયા. અને ઓટીપી આપવાનુ બંધ કર્યુ તો આ ગેંગ નવી મોડસ ઓપરેન્ડી શરૂ કરી.
ડિઝીટલ વોલેટના KYC ના બહાને સોફટવેટ ડાઉનલોડ કરાવીને તમારા મોબાઈલ અને બેન્ક એકાઉન્ટનુ એકસેસ મેળવીને લાખો રૂપિયાનુ ટ્રાન્જેકશન કરી લે છે. અથવા તો ગિફ્ટ વાઉચર ખરીદી લેતા હોય છે. અમદાવાદ સાયબર ક્રાઈમે આ ગેંગના છ સભ્યોને ઝડપી લીધા. જેના કારણે અમદાવાદમા દર મહિને 200 લોકો જામતારા ગેંગનો શિકાર થતા હતા. તે આંકડો ઘટયો.. સપ્ટેમ્બરમા 16 અને ઓકટોબરમા 11 લોકો આ ગેંગનો શિકાર થયા. જામતારામા ફકત એક ગેંગ ઓનલાઈન છેતરપિંડી નથી કરતી. આ ગામમા તો અસંખ્ય ગેંગ સક્રીય છે. જે જુદા જુદા રાજયોને ટાર્ગેટ કરતી હોય છે. આ ગેંગના સભ્યોની છેતરપિડીના નેટવર્કમા જુદી-જુદી ભુમિકા હોય છે. અને તેમણે પોતાને સોંપલા કામ કરવાના હોય છે.
છેતરપિંડીના નેટવર્ક કેવી રીતે ચાલે છે.
1- હેલ્પલાઈનના મેસેજ મોકલનાર
2- કોલીંગ કરનાર
3 - ડમી એકાઉન્ટ ખોલીને ટ્રાન્જેકશન કરનાર
4 - ગિફ્ટ વાઉચરને વટાવીને પૈસા ક્રેડીટ કરનાર
જામતારાની ઠગ ટોળકી આ પ્રકારે ચેનલમા વહેચાયેલી છે. જેઓ છેતરપિંડીના નેટવર્કમા સક્રીય છે.. અમદાવાદ સાયબર ક્રાઈમે આ ગેંગના માસ્ટર માઈન્ડને ઝડપીને મોટી સફળતા મેળવી. જેમા ખુલાસો થયો કે આ ગેંગના સભ્યો 14 ટકા ઠગાઈ KYCના નામે કરી રહયા છે. આ ઉપરાંત તેમની પાસેથી 600 નંબરની હેલ્પલાઈનની માહિતી મળી,, જેમા આ ગેંગ ગુજરાતમા 50 લાખ લોકોને ટાર્ગેટ કર્યા હોવાનો ખુલાસો થયો.
જામતારાની ગેંગના અંદાજે 10 સભ્યોને ઝડપીને સાયબર ક્રાઈમને મોટી સફળતા તો મળી. જેનાથી ડિઝીટલ વોલેટની છેતરપિંડીના કેસોમા ઘટાડો આવ્યો. પરંતુ લોકોના પૈસા પરત મેળવામા સાયબર આશ્વસ્ત પ્રોજેકટ નિષ્ફળ રહયો છે. અનેક ગેંગ દ્રારા 70 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી. જેમા 8 કરોડ રૂપિયા જ સાયબર ક્રાઇમનો આ પ્રોજેકટ બચાવી શક્યો છે. એક બાજુ જામતારાની ગેંગ કહે છે સબકા નંબર આયેગા. અને લોકોની બેદરકારી આ ગેંગને સફળ બનાવે છે.. જેથી લોકોએ જાગૃત થવાની જરૂર છે.. હાલમા સાયબર ક્રાઈમે જામતારા ગેંગનો નેટવર્કને ખત્મ કરવા માટે રાજસ્થાન, મુંબઈ, વેસ્ટ બંગાળ, યુપી અને દિલ્હીમા નજર રાખી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે