રાજકોટમાં આ રોગોથી હાહાકાર! કોરોનાની જેમ લોકોને લઈ રહ્યો છે ભરડામાં! હોસ્પિટલ ઉભરાઈ
છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા સપ્તાહે ડેંગ્યુનાં વધુ 19 કેસ નોંધાયા છે. છેલ્લા બે મહિનામાં ડેંગ્યુનાં 175 કરતા વધારે દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. ઉપરાંત શરદી-ઉધરસનાં 766 કેસ, સામાન્ય તાવના 565 કેસ, ઝાડા-ઉલ્ટીના 115 કેસ તેમજ ચિકનગુનિયાનો વધુ 1 કેસ નોંધાયો છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં છેલ્લા બે મહિનાથી રોગચાળો બેકાબુ બન્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા સપ્તાહે ડેંગ્યુનાં વધુ 19 કેસ નોંધાયા છે. છેલ્લા બે મહિનામાં ડેંગ્યુનાં 175 કરતા વધારે દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. ઉપરાંત શરદી-ઉધરસનાં 766 કેસ, સામાન્ય તાવના 565 કેસ, ઝાડા-ઉલ્ટીના 115 કેસ તેમજ ચિકનગુનિયાનો વધુ 1 કેસ નોંધાયો છે. આમ દિવાળીનાં તહેવારો દરમિયાન વિવિધ રોગોનાં કુલ મળી 1,466 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
જોકે આંકડાઓ માત્ર દ્વારા મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો કુલ દર્દીઓની સંખ્યા 5000 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મનપાનાં આરોગ્ય અધિકારી ડોકટર જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, ડેંગ્યુનાં કેસોમાં હાલ વધારો અટક્યો છે. પરંતુ દર સપ્તાહે સતત 20 જેટલા કેસો આવી રહ્યા છે. દરવર્ષની પેટર્ન મુજબ આગામી 2 સપ્તાહમાં કેસોમાં ઘટાડો થવાની શક્યતા છે.
વર્ષાઋતુ બાદ ચોખ્ખું પાણી ભરાવાને કારણે ડેંગ્યુનાં મચ્છરો વધ્યા છે. જેને લઈ લોકો પાણીના ટાંકા, અગાસી સહિતનાં સ્થળે ચોખ્ખા પાણીનો ભરાવો ન થાય તેનું ધ્યાન રાખે તે જરૂરી છે. ડેંગ્યુનાં મચ્છરનો નાશ કરવા માટે મનપા દ્વારા પણ ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. છતાં લોકો પણ ધ્યાન રાખે તે જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે