Publicity News

શું કુંવરજીને તેમનો અહંકાર નડશે? નાકિયાને કહી દીધા રીક્ષાવાળા
 જસદણનું પરિણામ આવવાની શરૂઆત થોડી જ વારમાં થશે. ત્યારે આખા ગુજરાતમાં સૌની નજર આ પરિણામ પર ટકેલી છે. જસદણનું પરિણામ ભાજપ અને કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીનું ભાવિ નક્કી કરે તેવું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે થોડી જ વારમાં બધુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મતગણતરી સેન્ટર પર પહોંચી ગયા છે. વહેલી સવારે પૂજા કરીને કુંવરજી બાવળીયા અને અવસર નાકિયા મતગણતરી સેન્ટર પર પહોંચી ગયા અને બંને ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતુ કદાચ પરિણામ પહેલા જ કુંવરજીમાં અહંકાર દેખાઈ રહ્યો છે. તેમણે મતગણતરી પહેલા નિવેદનમાં અવસર નાકિયાને રીક્ષાવાળો કહ્યો હતો.
Dec 23,2018, 8:35 AM IST
લાકડીને ટેકે મતદાન કરવા પહોંચ્યા જસદણના શતાયુ મતદારો
Dec 20,2018, 11:05 AM IST
કુંવરજીએ કુળદેવીના આર્શીવાદ લીધા, તો નાકિયા છકડો ચલાવીને બૂથ પર આવ્યા
 જસદણની ચૂંટણીમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં હતો તેવો માહોલ જોવા મળ્યો છે. કોંગ્રેસ અને ભાજપ માટે આજની આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ જેવી બની ગઈ છે. ભાજપ જો આ ઈલેક્શન જીતી જશે તો તે 100 બેઠક જીત્યાનો જાદુઈ આંકડો મેળવી શકશે. તો બીજી તરફ, કોંગ્રેસ માટે કુંવરજીના પક્ષપલટા બાદ આ સીટ જીતવી બહુ જ મહત્વની બની ગઈ છે. ત્યારે જસદણના બંને ઉમેદવારો પણ સવારથી જ એક તરફ ઉત્સાહ, તો બીજી તરફ મૂંઝવણમાં જોવા મળ્યા હતા. બંને પૂજાપાઠ કરીને મતદાન કરવા નીકળ્યા હતા. આઠ વાગ્યે મતદાન શરૂ થયા બાદ લગભગ અડધા કલાકમાં જ કુંવરજી અને અવસર નાકિયાએ મતદાન કર્યું હતું. જસદણનો જંગ ખરાખરીનો જંગ છે ત્યારે ભાજપ-કોગ્રેસના બંને ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા હતો. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વીંછિયાના મતદાન મથકે મતદાન કર્યુ હતુ. તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ હાંસલપુરના મતદાન મથક પર મતદાન કર્યુ હતું.
Dec 20,2018, 10:12 AM IST
કડકડતી ઠંડી વચ્ચે જસદણમાં વોટિંગ શરૂ, Video
Dec 20,2018, 12:01 PM IST

Trending news