Professors News

અનોખી પહેલ: યુનિવર્સિટી પ્રોફેસર્સ દ્વારા નવા શૈક્ષણીક સત્રથી એક કલાક વધારે ભણાવાશે
હાલ સમગ્ર દેશમાં કોરોનાને પગલે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર દેશનાં શૈક્ષણીક સંસ્થાનોથી માંડીને તમામ પ્રકારના સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. હાલ નાગરિકો ટોટલી લોકડાઉન છે. તેવી સ્થિતીમાં લાખો વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર્સ દ્વારા અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આ પ્રોફેસર્સ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણીક સત્ર ચાલુ થયા બાદ એક દિવસ વધારે ભણાવવામાં આવશે. પ્રોફેસર્સે જણાવ્યું કે, જ્યારે સરકારે અમને 21 દિવસ કોઇ કામ કર્યા વગર પગાર આપ્યો છે ત્યારે માનવતાનાં ધોરણે અમારે વળતર ચુકવવું જોઇએ. આ ઉપરાંત કોઇ વિદ્યાર્થીનું પણ ભવિષ્ય બગડવું ન જોઇએ તે અમારો પ્રયાસ છે. આ ઉપરાંત નોન ટીચિંગ સ્ટાફ પણ એક કલાક વધારે કામગીરી નિભાવશે તેવો નિર્ણય લેવાયો છે. 
Apr 4,2020, 18:14 PM IST

Trending news