Political crisis News

કોરોનાકાળમાં રાજકીય સંકટ, BJP નો સાથ છોડી CM બનેલા ઉદ્ધવે ખુરશી છોડવી પડે તેવી વકી
લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સામે કોરોનાનું મહાસંકટ તો છે જ પરંતુ સાથે સાથે હવે રાજકીય સંકટ પણ પેદા થયું છે. આ સંકટના કારણે તેમની મુખ્યમંત્રીની ખુરશી જાય તેવી સ્થિતી પેદા થઇ છે. મહારાષ્ટ્ર મંત્રીમંડળે સોમવારે  વિધાનપરિષદની ખઆલી એક સીટ પર ઉદ્ધવને એમએલસી જાહેર કરવા માટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ફરી એકવાર અપીલ કરી છે. ઠાકરે અત્યાર સુધી કોઇ પણ સદનના સભ્ય નથી. મહારાષ્ટ્ર કેબિનેટ કોરોના સંક્રમણથી ઉત્પન્ન સ્થિતીનો હવાલો ટાંકીને માનદ પદ આપવા માટે રાજ્યપાલને ફરી એકવાર ભલામણ મોકલી આપી છે. જો કે આ અંગે રાજ્યપાલ શું નિર્ણય કરે છે તેના પર સમગ્ર દેશની નજરો ટકેલી છે. 
Apr 28,2020, 0:39 AM IST

Trending news