Rajasthan Politcal Crisis: ભાજપના MLA એ સચિન પાઈલટને આપી ઓફર, 'ઘરે બેઠા લક્ષ્મી આવે તો ઠુકરાવવી જોઈએ નહીં'

Rajasthan Political Drama: માલવીય નગરથી ભાજપના વિધાયક સરાફે કોંગ્રેસની હાલની સ્થિતિ પર ખુબ મજા લીધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ડૂબતું જહાજ છે અને તેમાં જે પણ બેઠું છે તે પોતાના  ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આમ તેમ ભાગી રહ્યું છે. જનતા એ વાતની રાહ જોઈ રહી છે કે આ મહિનામાં ડૂબે છે કે પછી 2 મહિના કે 6 મહિના બાદ ડૂબે છે. 

Rajasthan Politcal Crisis: ભાજપના MLA એ સચિન પાઈલટને આપી ઓફર, 'ઘરે બેઠા લક્ષ્મી આવે તો ઠુકરાવવી જોઈએ નહીં'

Rajasthan Political Drama: રાજસ્થાનમાં રાજકીય સંકટ અને કોંગ્રેસના આંતરિક કલેહ વચ્ચે ભાજપના એક ધારાસભ્યનું મોટું નિવેદન  સામે આવ્યું છે. ભાજપના ધારાસભ્ય કાલીચરણનું કહેવું છે કે અમારા દરવાજા સંપૂર્ણ રીતે ખુલ્લા છે. જો કોંગ્રેસની સરકાર પડશે અને કોઈ તે સરકારને પાડવામાં ભાજપની મદદ કરશે તો એવા વ્યક્તિનો અમે સહયોગ કરીશું. કોંગ્રેસના આ ડ્રામામાં ભાજપની કોઈ ભૂમિકા નથી. આ તેમનો આંતરિક મામલો છે. પરંતુ ઘરે બેઠા લક્ષ્મી આવે તો તેને ઠુકરાવવી જોઈએ નહીં. એવું કહેવાય છે કે તેમણે ઈશારા ઈશારામાં સચિન પાઈલટને આ ઓફર આપી દીધી છે. 

કોંગ્રેસ ડૂબતું જહાજ
માલવીય નગરથી ભાજપના વિધાયક સરાફે કોંગ્રેસની હાલની સ્થિતિ પર ખુબ મજા લીધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ડૂબતું જહાજ છે અને તેમાં જે પણ બેઠું છે તે પોતાના  ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આમ તેમ ભાગી રહ્યું છે. જનતા એ વાતની રાહ જોઈ રહી છે કે આ મહિનામાં ડૂબે છે કે પછી 2 મહિના કે 6 મહિના બાદ ડૂબે છે. 

Rajasthan Political Crisis: बीजेपी विधायक का सचिन पायलट को ऑफर, कहा- 'घर बैठे लक्ष्मी आए तो उसे ठुकराना नहीं चाहिए'

કોણ છે ચાલીકરણ સરાફ
કાલીચરણ સરાફની વાત કરીએ તો તેઓ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના નીકટના ગણાય છે. તેમની સરકારમાં તેઓ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે. ગત એક અઠવાડિયાથી ચાલી રહેલા કોંગ્રેસના આ રાજકીય સંકટમાં ભાજપ ખુલીને નથી બોલતું પરંતુ હવે આ મુદ્દે સરાફનું આ નિવેદન ઘણું મહત્વ ધરાવે છે. 

સચિન પર નજર છે ભાજપની
બીજી બાજુ કેટલાક રાજકીય તજજ્ઞોનું સરાફના આ નિવેદન પર કહેવું છે કે આ નિવેદનથી એક પ્રકારે સચિન પાઈલટને જૂથબાજી માટે ઉક્સાવવામાં આવી રહ્યા છે. ભાજપની સચિન પાઈલટ પર નજર છે. અત્રે જણાવવાનું કે ભાજપના નેતા સચિન પાઈલટના અગાઉ પણ અનેક વખત વખાણ કરી ચૂક્યા છે. જો કે સચિન પાઈલટની ભાજપમાં એન્ટ્રી ખુબ મુશ્કેલ છે. હકીકતમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા વસુંધરા રાજે સચિન પાઈલટની એન્ટ્રીની ખુબ વિરોધમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news