Nitin jani News

ગરીબોના બેલી...ખજૂરભાઈના લગ્નનો આલ્બમ વાયરલ, જુઓ Photos, જાણો તેમના જીવન સંગીની વિશે
ખજૂરભાઈ સોશિયલ મીડિયાનો ચર્ચાતો ચહેરો છે, અને ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની મદદે પહોંચે છે. ગુજરાત રાજ્યમાં ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાની મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જે ઘણા વાયરલ થઇ રહ્યા છે. લોકોને એ જાણવામાં રસ છે કે ખજૂરભાઈની સંગીની કોણ છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીર શેર કરી હતી. ત્યારથી જ તેઓ ચર્ચામાં હતા. બારડોલી ખાતે તેમની સગાઈ થઈ હતી. તેમની મંગેતરનું નામ મિનાક્ષી દવે છે, અને વ્યવસાયે તેઓ ગાયિકા હોવાનું જાણવા મળ્યુ છે. મિનાક્ષી દવે અનેકવાર ખજૂરભાઈ સાથે સેવાના કામમાં જોડાયેલા જોવા મળે છે. નીતિન જાની ઉર્ફ ખજૂરભાઇએ પૂણેમાં બીસીએ બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરીને આઇટી ફિલ્ડમાં નોકરી શરૂ કરી હતી. પરંતુ 70 હજારના પગારવાળી નોકરી છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને ધીમે ધીમે ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. હાલમાં તેઓ પોતાની યૂટ્યુબ ચેનલ ચલાવે છે. 
Dec 9,2023, 18:44 PM IST
ખજૂરભાઇની હમસફર મીનાક્ષી દવે કોણ છે, કોણે પહેલા પ્રપોઝ કર્યું, રસપ્રદ છે આ લવસ્ટોરી
Jan 20,2023, 15:09 PM IST
વર્ષોથી જેનું કોઇ નહોતું નગ્ન અવસ્થામાં બેસી રહેતો તે યુવકની વ્હારે આવ્યા ખજુર ભાઇ
૬ વર્ષ થી ઝાડ નીચે નિર્વસ્ત્ર હાલતમાં જીવતા પિડિત યુવકની સારવાર અને મકાન આપી મૂઠ્ઠી ઉચેરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ ખજુર ભાઇએ પુરૂ પાડ્યું હતું. નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈની મહેનત રંગ લાવી રહી છે. સરવા ગામે ખેત મજૂર પરિવારની વ્હારે ખજૂરભાઈ અને તેની ટિમ કામગીરી કરી રહી છે. ખેતમજુરનો ૨૨ વર્ષના પુત્ર જે અસ્થિર મગજનો હોય જેથી ૬ વર્ષથી બાવળ સાથે બાંધેલો હતો તેને મુકત કરી અને પાણી માટે બોર કરાવી યુવાન માટે સુવિધા વાળો રુમ બનાવીને મહેશને નવરાવી હેર કટીગ કરી કપડાં પહેરાવી નાસ્તો કરાવ્યો ત્યારે ૬ વર્ષથી બંધક મહેશ નોર્મલ લાગી રહ્યો છે. મહેશને સારવાર માટે ભાવનગર લઈ ગયા ત્યારે પરીવારમા આનંદ જોવા મળ્યો. આમ ખજૂરભાઈ ની મહેનત રંગ લાવી હતી. 
May 27,2022, 23:35 PM IST

Trending news