Khajurbhai: ગુજરાતમાં ગરીબોનો મસિહા, રૂપિયા હોય તો ક્યાં વપરાય એ Nitin Jani પાસેથી શીખો

Nitin Jani  Trending News: આજે પણ લોકો એમના વીડિયો જોઈને એ વિચારે છે કે આ શું કરી રહ્યાં છે એક હાથે કમાય છે અને બીજા હાથે લૂંટાવી દે છે પણ ખજૂરભાઈ બનવું સહેલું નથી. એ ધીરેધીરે ગરીબોના ભામાશા બની રહ્યાં છે. જ્યાં પણ મદદની આહલેક પોકારાય એ દોડીને પહોંચી જાય છે.

Khajurbhai: ગુજરાતમાં ગરીબોનો મસિહા, રૂપિયા હોય તો ક્યાં વપરાય એ Nitin Jani પાસેથી શીખો

Gujarati Sonu Sood: જેનું કોઈ નથી તેના ખજૂરભાઈ છે.! ગુજરાતમાં ગરીબોના મસિહા ગણાતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ માટે લોકોની લાઈનો લાગે છે. દરેક ગુજરાતી સલામ કરીને કહે છે કે ભગવાન તને અમીરોનો પણ અમીર બનાવે કારણ કે તારા જેવો દાનવીર કોઈ નથી. ભગવાને એક હાથે આપે છે અને એ બીજા હાથે આપી દેશે. એક સમયે કોમેડી કરીને રૂપિયા કમાતો નીતિન જાની આજે ગરીબો માટે આશાનું કિરણ છે. નીતિન જાનીની ખજૂરભાઈ બનવાની સફર પણ એટલી સરળ નથી. તાઉતે વાવાઝોડા સમયે જ્યાં સરકાર નહોતી પહોંચી ત્યાં ખજૂરભાઈ પહોંચ્યા હતા.

આજે પણ લોકો એમના વીડિયો જોઈને એ વિચારે છે કે આ શું કરી રહ્યાં છે એક હાથે કમાય છે અને બીજા હાથે લૂંટાવી દે છે પણ ખજૂરભાઈ બનવું સહેલું નથી. એ ધીરેધીરે ગરીબોના ભામાશા બની રહ્યાં છે. જ્યાં પણ મદદની આહલેક પોકારાય એ દોડીને પહોંચી જાય છે. ઘણા ગરીબોનો દીકરો, કે ભાઈ કે પુત્ર બનીને મદદ કરે છે. એ સમયે રડતી આંખો માટે ખજૂરભાઈ જ એક સહારો છે. 

હમણાં ખોડા દિવસ પહેલાં માતા પિતા અને ભાઈનું નિધન થતાં એકલા બોટાદના ઝાંપે વિસ્તારમાં રહેતા આશાબેન શેખે ક્યારેય વિચાર્યું નહીં હોય કે નીતિન જાની એમના ઘરે આવશે અને એમનો સહારો બનશે. આજે ખજૂરભાઈ જ્યાં પણ જાય ત્યાં લોકોની લાઈનો લાગે છે. એ લાઈનો દેખાડે છે કે ગુજરાતમાં ખજૂરભાઈ ફેમસ થઈ રહ્યાં છે. આ ભીડ એ પૈસાથી લાવેલી ભીડ નહોતી. સોશિયલ મીડિયા પર નીતિન જાનીના વીડિયો જોઈને આશીર્વાદ આપનારાઓ પણ ખૂટતા નથી. 

ગુજરાતમાં સોશિયલ મીડિયા વાપરતી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે 'ખજૂરભાઈ' એટલે કે નીતિન જાનીને ઓળખતી નહીં હોય. અગાઉ ‘ખજૂર’ના નામથી કોમેડી વીડિયો બનાવીને પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરનારા નીતિન જાની હવે પોતાનાં સેવા કાર્યોથી ઘરે ઘરે જાણીતા બન્યા છે. ઘણા લોકો પાસે પૈસા તો હોય છે, પરંતુ તેઓ સારા કામમાં પૈસા વાપરતા નથી.' નીતિન જાની માટે આ બાબત અલગ છે. 

મૂળ સૂરતી એવા નીતિન જાનીનો જન્મ સુરતમાં 24 મે, 1987ના રોજ થયો હતો. નીતિન જાનીના પિતા કથાકાર હતા. સુરતમાં જ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો બાદ આખો પરિવાર બારડોલી રહેવા જતો રહ્યો હતો. નીતિન જાનીએ બારડોલીમાંથી જ BCAનો અભ્યાસ કર્યો પણ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂણેમાંથી કર્યું છે. અહીંયા જ IT ફિલ્ડમાં નોકરીની શરૂઆત કરી હતી. IT ફિલ્ડમાં મહિને 70 હજારનો પગાર છોડીને 2012માં નીતિન જાનીએ ઘણી ફિલ્મમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.

નીતિન જાનીએ 2018માં ગુજરાતી ફિલ્મ 'આવું જ રહેશે' ડિરેક્ટ કરી હતી. હાલમાં નીતિન જાની 'ખજૂરભાઈ' તથા 'ખજૂરભાઈ વ્લોગ્સ' એમ બે યુ ટ્યૂબ ચેનલ ચલાવે છે. જેમાં લાખો ફોલોઅર્સ છે. નીતિનભાઈનાં વાગ્દત્તા મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામનાં વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે માતા અરુણાબેન હાઉસવાઇફ છે.

માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાનો પર્યાય એટલે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની જેમણે અત્યારસુધી 300ની આસપા નવા ઘરો બનાવી આપી લોકોને મદદ કરી છે. એવું કહેવું પણ ખોટું નથી કે નીતિન જાની પોતાના પરસેવાની કમાણી ગરીબો પર લુટાવી રહ્યા છે. નીતિન જાની એક સેલિબ્રિટી છે. તેઓ પોતાના સરળ સ્વભાવને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવે છે. આજે અનેક જગ્યાએ તેઓ સેવાનું કાર્ય કરી રહ્યા છે અને પોતા પાસે રહેલા પૈસા બીજાની ખુશી માટે વાપરે છે. નીતિનનો આ સ્વભાવ એમની વાગદત્તાને  પહેલાથી જ પસંદ હતો અને આખરે તેની હમસફર બનવાની તક મળી. આ ઉપરાંત નીતિન જાનીને પણ મીનાક્ષીનો સ્વભાવ ખૂબ ગમ્યો અને કેટલીક ધાર્મિક વાતોથી મીનાક્ષીએ નીતિનના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. 

ખજૂરભાઈ માટે એમ કહેવાય છે કે તેઓ ભવિષ્યમાં રાજકારણમાં આવી શકે છે. એમના સેવાકાર્યોને કારણે આજે લોકોમાં હીરો જેવું સ્થાન ધરાવે છે. ખજૂરભાઈએ પહેલાં કોમેડી વીડિયોથી શરૂઆત કરી હતી. આજે પણ એ કોમેડી વીડિયોના લોકો ચાહક છે. એમના વીડિયો વ્યૂઝ લાખોમાં છે. એમના ગુજરાતમાં ફોલોઅર્સની સંખ્યા પણ ઓછી નથી. ગુજરાતમાં તાઉતે વાવાઝોડું આવ્યા બાદ નીતિનભાઈએ સેવાકાર્યો શરૂ કર્યા હતા. ફરી ગુજરાતમાં બિપોરજાય નામનું વાવાઝોડું આવી રહ્યું છે. એ ઓમાન તરફ ફંટાયું છે અને રાજ્યમાં વરસાદની આગાહીઓ છે પણ આજે પણ તાઉતેમાં ખજૂરભાઈએ કરેલી મદદને લોકો ભૂલી શક્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news