Nephew News

લો બોલો! MORBI માં દેરાણી જેઠાણી અને ભત્રીજા વહુ સામ સામે ચૂંટણીના જંગે ચડ્યા
જિલ્લામાં ૨૩૨ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી દિવસો યોજવાની છે ત્યારે જો વાત કરીએ મોરબી તાલુકાનાં નાના એવા નારણકા ગામની તો આ ગામમાં સરપંચ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક છે. સરપંચ બનવા માટે હાલમાં નારણકા ગામે રહેતા એક જ પરિવારમાંથી જેઠાણી, દેરાણી અને ભત્રીજા વહુ ચૂંટણીના જંગમાં આમને સામને છે.મોરબી જિલ્લામાં ૩૦૩ ગામની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જો કે તેમાથી ૭૧ ગ્રામ પંચાયત સમરસ બની છે માટે હાલમાં ૨૩૨ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તા ૧૯ ના રોજ યોજવાની છે. તેમાં ઘણા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેથી મતદારોને રીઝવવા માટેના પ્રયાસો પણ તેઓએ શરૂ કરી દીધા છે. જો કે, મોરબી તાલુકાના નારણકા ગામની ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામતની છે. આ ગામમાં  એક જ પરિવાર વર્ષોથી રહે છે તો પણ પંચાયત સમરસ બની નથી. 
Dec 14,2021, 22:13 PM IST
Surat: જમીન મુદ્દે પોતાના જ સગા કાકાનું કાસળ કાઢી નાખનાર ભત્રીજાને પોલીસે 10 વર્ષ બા
Jul 10,2021, 23:06 PM IST
DAHOD: જંગલમાંથી લાકડા લઇ આવ તેવું કહેતા ભત્રીજાએ કાકા-કાકીનું ઢીમ ઢાળી દીધું
શહેરા તાલુકાના સંભાલી ગામે નજીવી બાબતે સગા ભત્રીજાએ કાકા-કાકીની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, તો ગ્રામજનોએ હત્યારા ભત્રીજાને પકડી પાડી પોલીસને હવાલે કરતા પોલીસ દ્વારા હત્યારાને કોવિડ-૧૯ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામે આવેલ નાયક ફળિયામાં રહેતા જયંતિભાઈ પ્રતાપભાઈ નાયકના માતા-પિતા ન હોવાથી તે પોતાના સગા કાકા અર્જુન સોમાભાઈ નાયક તેમજ કાકી રાધાબેન સાથે તેઓને ઘરે જ રહેતો હતો. ત્યારે બે દિવસ અગાઉ કાકા અર્જુનભાઈ અને કાકી રાધાબેને ભત્રીજા જયંતિભાઈને અવાર નવાર કહેતા હતા કે, તું કોઈ કામ ધંધો કરતો નથી અને બળતણના લાકડા પણ લાવતો નથી તને રોજેરોજ કોણ જમવાનું આપે તેવું કહેતા આ બાબતે ભત્રીજા અને કાકા-કાકી વચ્ચે બોલાચાલી થઈ હતી.
Apr 4,2021, 22:07 PM IST
મહીસાગર: કાકી-ભત્રીજા વચ્ચે ઇલુ-ઇલુનું પરિણામ આવ્યું અને...
જિલ્લાના વિરપુર તાલુકાના ધોળી ઘટાડા ગામે કાકી અને કુટુંબીક ભત્રીજા વચ્ચે પ્રેમ સંબંધમાં પાંખડાં બનેલા બંને પ્રેમિયોએ મળીને વહેલી સવારે કીમિયો રચી કાકાને મોતને ઘાટ ઉતારી લાશને કૂવામાં નાખી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ મથકની હદમાં આવેલા ઘોળી ઘાટડા ગામના કાંતિભાઈ ભૂરાભાઈ તલાર તેમની પત્ની કમળા તેમજ પુત્રી સોનલ અને પુત્ર સુમિત તેમજ નાનો પુત્ર સાહિલ  પરિવાર સાથે રહેતા હતા. જેમાં કાંતિભાઈ સુરત ખાતે ખાનગી કંમ્પનીમાં નોકરી કરતા હોઇ છેલ્લા એકાદ માસથી વતન ધોળી ખાતે આવેલ હતા, પરંતુ કાંતિભાઈ જોડે તેમની પત્નીનું વર્તન સારું લાગતું ન હતું તેમને આજુબાજુમાં રહેતા.
Jan 23,2020, 23:37 PM IST

Trending news