અમેરિકાથી અમદાવાદ આવેલા 'દાદા-દાદી' એ કર્યો આપઘાતનો પ્રયાસ, ભત્રીજાને મેસેજ કરી કહ્યું 'અમે સુસાઇડ કરીએ છીએ'

મકરબા પાસે આવેલા ઓરચીડ એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં વૃદ્ધ દંપતિએ પોતાના હાથ અને ગળામાં નાઈફ વડે ગંભીર ઇજા પહોંચાડીને આપઘાતનો પ્રયાસ કર્યો. જેમાં 69 વર્ષના મહિલા ઉષા ભાઉનું મોત નીપજ્યું. જ્યારે 73 વર્ષના કિરણ ભાઉને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમેરિકાથી અમદાવાદ આવેલા 'દાદા-દાદી' એ કર્યો આપઘાતનો પ્રયાસ, ભત્રીજાને મેસેજ કરી કહ્યું 'અમે સુસાઇડ કરીએ છીએ'

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના મકરબામાં કોર્પોરેટ રોડ પાસે એક ફ્લેટમાં રહેતા વૃદ્ધ દંપતીએ આપઘાતનો પ્રયાસ કરતા પત્નીનું મોત થયું છે. જોકે પતિને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પણ આ દંપતિએ આપઘાત કરતા પહેલા મેસેજ કર્યો હતો. એક વર્ષ પહેલાં જ અમેરિકાથી અમદાવાદ આવેલા દંપતીના આપઘાત કેસમાં હવે સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે.

મકરબા પાસે આવેલા ઓરચીડ એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં વૃદ્ધ દંપતિએ પોતાના હાથ અને ગળામાં નાઈફ વડે ગંભીર ઇજા પહોંચાડીને આપઘાતનો પ્રયાસ કર્યો. જેમાં 69 વર્ષના મહિલા ઉષા ભાઉનું મોત નીપજ્યું. જ્યારે 73 વર્ષના કિરણ ભાઉને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવની જાણ થતા સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે એફએસએલ અને અન્ય એક્સપર્ટ પાસેથી અભિપ્રાય મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

No description available.

કોર્પોરેટ રોડ નજીક આવેલા ઓરચીડ એક્ઝોટીકામાં વહેલી સવારે એક વૃદ્ધ દંપતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મેસેજ પોલીસ કન્ટ્રોલને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસ ફ્લેટના સાતમા માળે પહોંચી ત્યારે કિરણભાઈ અને તેમના પત્ની ઉષાબેન લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. પોલીસ તપાસ કરતા આ દંપતીએ આપઘાત કરતા પહેલા પોતાના ભત્રીજા અને પારિવારિક ડોક્ટરને વોટ્સએપનો મેસેજ કર્યો હતો. સવારે 7 વાગે મેસેજ મળતા ભત્રીજાએ પોલીસ કન્ટ્રોલને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.જ્યાં કિરણભાઈ ને સારવાર માટે ખસેડવામાં આવ્યા. આ દંપતી અમેરીકાથી એક વર્ષ પહેલા જ અમદાવાદ આવ્યા હતા.

No description available.

આ વૃદ્ધ દંપતિ અમેરિકાથી અમદાવાદ આવ્યા બાદ પ્રહલાદ નગર રહેતા હતા અને ચાર મહિનાથી અર્ચીડ એક્ઝેટીકામાં રહેવા આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ વૃદ્ધ દંપતી એકલા રહેતા તેમને કોઈ સંતાન નહોતું. આ દંપતીના આપઘાત પાછળ શું કારણ છે જેને લઈને પોલીસે પરિવારના નિવેદન અને કોલ ડિટેઇલન્સ ની માહિતી મેળવી તપાસ શરૂ કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news