Martyr jawan News

વડોદરાનો વિરાસ પરિવાર શહીદોને આપી આ રીતે શ્રદ્ધાંજલિ
પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને વડોદરામાં વિરાસ પરિવારે અનોખી અને યાદગાર શ્રદ્ધાંજલિ આપી છે. વિરાસ પરિવારમાં લગ્ન છે અને લગ્નનો વરઘોડામાં શહીદોને એવી શ્રદ્ધાંજલિ આપી કે સૌ કોઇ પ્રશંસા કરી રહ્યું છે. વિરાસ પરિવારમાં મહેશ અને દીપીકાના લગ્ન હતા. પરિવારે પહેલા લગ્નની ધુમધામથી ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પુલવામામાં આતંકી હુમલામાં જવાનો શહીદ થયા પરિવારે લગ્નને ધુમધામથી ઉજવવાને બદલે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. વિરાસ પરિવારના લગ્નની જાન કારેલીબાગના રામાપીરની ચાલીથી દેવદૂત હોલ સુધી નીકળી હતી. જાનમાં દરેક જાનૈયાઓએ હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ રાખ્યો હતો.
Feb 17,2019, 14:51 PM IST

Trending news