ભારત-ચીન સૈનિકો વ્ચેચ હિંસક સંઘર્ષમાં શહીદ થયો જવાન, આવી છે પરિવારની સ્થિતિ

ભારત ચીન વચ્ચે થયેલી હિંસામાં બીરભૂમનો એક જવાન શહીદ થયો અને તેના પરિવારના લોકોએ ભાપરતીય સેના દ્વારા ચીનને યોગ્ય જવાબ આપવાની માગ કરી છે.
ભારત-ચીન સૈનિકો વ્ચેચ હિંસક સંઘર્ષમાં શહીદ થયો જવાન, આવી છે પરિવારની સ્થિતિ

નવી દિલ્હી: ભારત ચીન વચ્ચે થયેલી હિંસામાં બીરભૂમનો એક જવાન શહીદ થયો અને તેના પરિવારના લોકોએ ભાપરતીય સેના દ્વારા ચીનને યોગ્ય જવાબ આપવાની માગ કરી છે.

એલએસી પર ચીન અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી તણાવ ભરી સ્થિતિ છે. સમય સમય પર વાતચીત પણ થતી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. ત્યારબાદ અચાનક સોમવારની રાતે ગલવાન ખાડીમાં બંને પક્ષો વચ્ચે હિંસા શરૂ થઈ ગઈ હતી.

ભારત અને ચીન સેનાની વચ્ચે થયેલી હિંસામાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા જેમાંથી એક પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાનો રહેવાસી હતો. શહીદનું નામ છે રાજેશ ઓરાંગ. શહીદના મોતના સમાચાર પહોંચતા પરિવારના લોકો પાસે તમામ લોકો પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. શહીદના પરિવારનો દાવો છે કે, ભારતે યોગ્ય જવાબ આપવો જોઇએ.

વર્ષ 2015માં રાજેશ ઓરાંગે ભારત ચીન બોર્ડર પર પોસ્ટિંગ લીધી હતી. પરંતુ ગત રાતે જ રાજેશ ઓરાંગના શહીદ થયાના સમાચાર મળતા તેના પરિવારના લોકો શોકમાં આવી ગયા હતા. દેશ માટે રાજેશ ઓરાંગે પોતાનું બલિદાન આપી અને તેના પર રાજેશના પરિવાર સહિત સમગ્ર ગ્રામજનોને ગર્વ છે. માત્ર 26 વર્ષની ઉંમરમાં રાજેશે વર્ષ 2015માં ભારતીય સેનામાં યોગદાન આપ્યું અને ત્યારબાદ તેને લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યો હતો.

છેલ્લી વખત રાજેશ સપ્ટેમ્બર 2019 માં બીરભૂમમાં તેના ઘરે આવ્યો હતો. રાજેશે પરિવાર સાથે 2 અઠવાડિયા પહેલા જ ફોન પર વાત કરી હતી અને થોડા દિવસો પછી રાજેશ પાછો તેના ઘરે આવવાનો હતો અને રાજેશને ઘણી જગ્યાએ ફરવા જવું હતું. પરંતુ હવે તે સ્વપ્ન પૂર્ણ થશે નહીં કારણ કે અંતે કોફિનમાં બંધ રાજેશનો મૃતદેહ હવે તેના ગામ પહોંચશે.

શહીદ રાજેશ હવે તેના પાછળ માત્ર વૃદ્ધ માતા-પિતાને છોડી ગયો છે. રાજેશના પિતા છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા અને આવી સ્થિતિમાં ગઈકાલે અચાનક તેમના ઘરે ફોન આવ્યો હતો અને તેમને કહેવામાં આવ્યું હતું કે રાજેશ ઓરાંગ ભારત અને ચીન આર્મી સાથેના સંઘર્ષમાં ઘાયલ થયા છે અને તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ તેના થોડા સમય પછી ફરીથી એક કોલ આવે છે કે રાજેશ ઓરાંગ હવે આ દુનિયામાં નથી અને તેમને શહાદત મળી છે.

આ ઉપરાંત પરિવારના સભ્યોને ફોન પર એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આજે બુધવારે શહીદનો મૃતદેહ કોલકાતા પહોંચશે. સાંજે 4:00ની આસપાસ અને ત્યારબાદ કોલકાતાથી તેમના ગામ મૃતદેહ મોકલવામાં આવશે. જોકે, અત્યારે યોગ્ય સમય વિશે જણાવવામાં આવ્યું નથી કે, કેટલા વાગે મૃતદેહ તેના ગામ પહોંચશે. આ ઘટના બાદથી શહીદના પરિવારજનોનો દાવો છે કે ભારત સરકારે ચીનને વહેલી તકે યોગ્ય જવાબ આપવો જોઈએ જેથી સૈનિકોનું આ બલિદાન વ્યર્થ ના જાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news