Locals News

શ્રમીકો બન્યાં સંપન્ન: સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્થાનિકો માટે ખોલી રોજગારીની ઉજળી તકો
કેવડિયા ખાતે વિશ્વના વિરાટતમ વ્યક્તિત્વ એવા સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના છત્ર હેઠળ કેવડિયાના સંકલિત વિકાસ માટે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના દૂરંદેશીસભર આયોજન હેઠળ વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે. જેને પરિણામે આજે કેવડિયા હોલિસ્ટિક ટુરિઝમ ડેવલપમેન્ટ, વિશ્વ એકતાનું પ્રતિક બની વૈશ્વિક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે સ્થાનિક આદિવાસી યુવક-યુવતિઓ માટે ઘર આંગણે જ રોજગારી આપવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે. આરોગ્ય વનમાં ૩૭ સ્થાનિક યુવક-યુવતીઓ રોજગારી મેળવી રહ્યા છે.
Dec 29,2020, 21:22 PM IST
પાટણવાવનો કોઝ વે ધોવાયો, અંદરથી નિકળ્યો કૌભાંડનો કચરો જોઇને સ્થાનિકો પણ આશ્ચર્યચકિત
ઉપલેટાના પાટણવાવ રોડ નજીક આવેલ ભુતડાદાદા એ જવાના માર્ગ પર વીડીના રસ્તે મોજ નદી પર માત્ર પોણા બે વર્ષ પહેલા જ બાંધવામાં આવેલ કોઝવે સંપૂર્ણપણે ધોવાઈને રસ્તો બંધ થતાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના સ્મશાન પછીનો જે રસ્તો ભુતડાદાદા મંદિર તરફ જે વિડી વિસ્તારના રસ્તે જવાનો જૂનો ચીખલીયા માર્ગ પર મોજ નદી પર બાંધવામાં આવેલો ૨૦૦ ફૂટનો કોઝવે સંપૂર્ણપણે ધોવાઇ ગયો છે. માત્ર પોણા બે વર્ષ પહેલા જ નગરપાલિકા દ્વારા બાંધવામાં આવેલો આ કોઝવે ધોવાતા અંદરથી માત્ર રેતી જ નીકળી હતી. કોઈ જાતનું માલ કે અન્ય મટીરીયલ તેમજ અન્ય ખનિજ વાપરવામાં આવેલ ન હતું. 
Oct 12,2020, 17:02 PM IST
રાજપીપળામાં દબાણ હટાવવા મુદ્દે સ્થાનિકોનાં બદલે બે અધિકારીઓ વચ્ચે બોલાચાલી
ગુજરાત હાઇકોર્ટનાં આદેશ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસનાં વિસ્તારો કેવડિયા, વગાડીયા, નવાગામ, લીંમડી સહિતનાં વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવી છે. જેની કામગીરી દરમિયાન સ્થાનિકોનાં બદલે સરકારી અધિકારીઓ વચ્ચે જ બોલાચાલી થઇ ગઇ હતી. ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે તથા ગરુડેશ્વરનાં નાયબ મામલતદાર મેહુલ વસાવા વચ્ચે બે દિવસ પહેલા બોલાચાલી થઇ હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. નાયબ મામલતદાર મેહુલ વસાવાએ ડેપ્યુટી કલેક્ટર દ્વારા અયોગ્ય વર્તન થયાનાં આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરી છે. ઉપરાંત તમામ નાયબ મામલતદારો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સામે પગલા ભરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાની સાથે ડેપ્યુટી કલેક્ટરનો ભારે વિરોધ કર્યો હતો. 
Feb 3,2020, 23:47 PM IST
સુરતમાં સીટી બસની અડફેટે એક યુવકનું મોત, પોલીસ પહોંચી ઘટના સ્થળે
Nov 13,2019, 14:41 PM IST
સુરતમાં સીટી બસની અડફેટે એકનું મોત, લોકોએ કરી તોડફોડ
Nov 13,2019, 12:43 PM IST

Trending news