Limbdi News

સોમા ગાંડાનું Sting Viral: ભાજપ નાણા પૈસા આપી ધારાસભ્યો ખરીદતા હોવાનો આક્ષેપ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ આજે સાંજે શાંત થાય તે પહેલા કોંગ્રેસ દ્વારા એક વીડિયો બોમ્બ ફેંકવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં લીંબડી બેઠકનાં પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા વિવાદિત નિવેદન આપતા જોઇ શકાય છે. આ વીડિયોમાં સોમા ગાંડા પટેલનું સ્ટિંગ ઓપરેશન કરાયું છે. સ્ટિંગ ઓપરેશનમાં સોમા ગાંડા કથિત રીતે કોઇ અજાણ્યા વ્યક્તિ સામે હિંદીમાં વાત કરી રહ્યા છે. ધારાસભ્યોને પૈસા આપીને ખરીદવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ મોઢવાડિયાએ ભાજપ પર ખરીદ વેચાણના ગંભીર આક્ષેપો કર્યા છે. 
Nov 1,2020, 17:15 PM IST
લીંબડીમાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે પહેરાવ્યો ખેસ
લીંબડીમાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ખેસ પહેરાવી લાલજી મેરનું સ્વાગત કર્યું. લાલજી મેર સાથે 20થી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે લીંબડી બેઠકની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટ ફટકો લાગ્યો છે. ત્યારે લાલજી મેર અને કોંગ્રેસમાંથી આવેલા આગેવાનો અને હોદ્દેદારોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. જેમાં સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, આર.સી.ફળદુ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.
Oct 26,2020, 13:42 PM IST
સી.આર. પાટીલ આજે લીંબડીની મુલાકાતે, સંકલન સમિતિના સભ્યો સાથે કરશે બેઠક
Oct 26,2020, 10:29 AM IST

Trending news