લીંબડી રાજકોટ હાઇવે પર રિવોલ્વરની અણીએ 6થી વધારે ગાડીઓ લૂંટી લેવાઇ

લીંબડી- રાજકોટ હાઇવે પર આશરે 7 જેટલા અજાણ્યા લોકોએ બંદુક, છરી જેવા હથિયારો વડે લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. આ લૂંટની ઘટનામાં આશરે 5થી6 ગાડીઓ લૂંટની ઘટના બની હતી. જેમાં રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત આશરે 1 લાખથી વધારેની લૂંટ થઇ હતી. લીંબડી છાલીયા તળાવ નજીકના આ બનવમાં હાઇવે પર જઇ રહેલા આશરે 5થી6 વાહનોને અટકાવીને ડ્રાઇવર અને ક્લીનરને માર મારીને રોકડા, સોના ચાંદીના દાગીના લૂંટ ચાલવવામાં આવી હતી. 
લીંબડી રાજકોટ હાઇવે પર રિવોલ્વરની અણીએ 6થી વધારે ગાડીઓ લૂંટી લેવાઇ

સુરેન્દ્રનગર : લીંબડી- રાજકોટ હાઇવે પર આશરે 7 જેટલા અજાણ્યા લોકોએ બંદુક, છરી જેવા હથિયારો વડે લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. આ લૂંટની ઘટનામાં આશરે 5થી6 ગાડીઓ લૂંટની ઘટના બની હતી. જેમાં રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત આશરે 1 લાખથી વધારેની લૂંટ થઇ હતી. લીંબડી છાલીયા તળાવ નજીકના આ બનવમાં હાઇવે પર જઇ રહેલા આશરે 5થી6 વાહનોને અટકાવીને ડ્રાઇવર અને ક્લીનરને માર મારીને રોકડા, સોના ચાંદીના દાગીના લૂંટ ચાલવવામાં આવી હતી. 

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પર રાત્રે એક વાગ્યાથી ચાર વાગ્યાના સમયમાં અંદાજે 7 જેટલા અઝાણ્યા લોકોએ બંદુક, છરી જેવા હથિયારો વડે લૂંટ ચલાવીને હાઇવે પરના આઇશર અને ટ્રકો સહિતની ગાડીઓને આંતરીને રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હતી.રાત્રીના અંધારામાં લૂંટ ચલાવી રિવોલ્વર, તલવાર અને છરી સાથે સાત જેટલા લૂંટારૂઓ પોતાના વાહનમાં ફરાર થઇ ગયા હતા.

રાત્રીના અંધારામાં રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હતી. રાત્રીના અંધારામાં હાઇવે ફરી એકવાર અસલામાત સાબિત થયો છે. આ અંગે લીંબડી પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે. પોલીસ દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત પણ લેવાઇ છે. હાલ તો આરોપીઓને જડપી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news