લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં બેનાં મોત

પૂરપાટ આવતી ટ્રક હાઈવે પર બંધ ટ્રેલરની પાછળ ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો 

લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં બેનાં મોત

લીંબડીઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર સર્જાયેલ એક ભીષણ અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી-અમદાવાદ હાઈવે પર લીંબડી તરફથી એક ટ્રક પૂરપાટ ઝડપે અમદાવાદ તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન કટારિયા ગામના પાટીયા પાસે ઊભેલા એક બંધ ટ્રેલરમાં પૂરપાટ ઝડપે આવતો ટ્રક ધડાકાભેર ઘુસી ગયો હતો. 

ટ્રકની ઝડપ એટલી બધી હતી કે, ટ્રકમાં બેસેલા ડ્રાઈવર અને ક્લીરનરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે, ડ્રાઈવર અને ક્લીનરની ડેડબોડી ટ્રકના પતરામાં ફસાઈ ગઈ હતી. 

આથી તેમના મૃતદેહને બહાર કાઢવા માટે પોલીસને ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માતને કારણે લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વેકેશનના કારણે પરત ફરી રહેલા અનેક લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. 
 
પાણીશીણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. સાથે જ હાઈવેનો ટ્રાફિક હળવો કરવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news