Kevadiya News

વડાપ્રધાન સાથે વર્લ્ડ બેંકના પ્રમુખ બનશે ગુજરાતના મહેમાન, કોન્ફરન્સમાં સંબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિવાળી (Diwali 2019) ના દિવસો દરમિયાન ગુજરાત (Gujarat)ના પ્રવાસે આવશે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) માં 3 દિવસીય કોન્ફરન્સ યોજવા જઇ રહી છે. જેમાં પીએમ મોદીની સાથે વર્લ્ડ બેંક (world Bank)ના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ (David Malpass) પણ સંબોધન કરશે. આ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારના પ્રોબેશનરી IAS, IFS, IRS, IPS અધિકારીઓ અને સચિવો હાજર રહેશે. કેન્દ્ર સરકારની આ ત્રિદિવસીય શિબિરમાં વિવિધ મુદ્દે અધિકારીઓને માર્ગદર્શન અપાશે. વર્ષ 2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની થીમ સાથે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ હશે. 
Oct 9,2019, 12:09 PM IST
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે, જાણો કેમ
ગુજરાતમાં આવનારા ટુરિસ્ટ્સ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મહત્વનું આકર્ષણ બની ગયું છે. ગુજરાતના પ્રવાસન સ્થળોમાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉમેરો થયો છે, ત્યારથી ઠંડી હોય કે ગરમી, દરેક સીઝનમાં અહીં હવે પ્રવાસીઓની ભીડ ઉમટેલી જોવા મળે છે. 350 રૂપિયાનો ટિકીટ દર હોવા છતાં મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓ ઉમટે છે. હવે પ્રવાસીઓની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોવા માટે હજી થોડા વધુ રૂપિયા ખર્ચવા લાગશે. જોકે, ગેરસમજ ન કરતા. સ્ટેચ્યુને નિહાળવાની ટિકીટમાં કોઈ જ વધારો થયો નથી. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે ટોલ પ્લાઝાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેથી ટૂંક સમયમાં જ ટોલ પ્લાઝા પર મુસાફરો પાસેથી ટોલ વસૂલવામાં આવશે. 
Apr 7,2019, 14:44 PM IST

Trending news