મારી માં અમને ભીખ માંગવા મોકલે છે... બાળકો ડરથી 1200 કિમી દૂર ભાગી આવ્યા, રેલવે પોલીસે કરાવ્યું માતાપિતા સાથે મિલન
દિલ્હીથી ચાર દિવસ ગુમ થઈને ગુજરાત પહોંચેલા બાળકોનો વાલીઓ સાથે ભેટો કરાવ્યો, માતાપિતાએ રેલવે પોલીસનો આભાર માન્યો
Trending Photos
જયેશ દોશી/નર્મદા :કેવડિયા એકતાનગર ખાતે દિલ્હીથી આવેલી ટ્રેનમાં ગત ગુરુવારે રાત્રે એક 12 વર્ષનો અને એક 10 વર્ષનો બે બાળકો મળી આવ્યા હતા. રેલવે પોલીસે તપાસ કરતા દિલ્લીના નોએડાથી ટ્રેનમાં બેસી એકતા નગર રેલવે સ્ટેશને ઉતર્યા હતા. જે બંને બાળકોની પુછપરછ કરતા રેલવે પોલીસને યોગ્ય જવાબ મળ્યો ના હતો. જેથી રેલવે પોલીસે બાલસુરક્ષા વિભાગમાં વાત કરી આ બાળકોને રાજપીપળામાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે મોકલ્યા હતા. ચિલ્ડ્રન હોમના સુપ્રિટેન્ડેન્ટ અને સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરતા માત્ર 2 કલાકમાં જ 10 વર્ષના નાના બાળકે જણાવ્યું હતું કે મારી માં અમને ભીખ માંગવા મોકલે છે. જેથી અમે ઘરેથી ભાગીને આવ્યા છીએ. જોકે બંને કાકા-કાકાના દીકરા છે, એટલે મોટા 12 વર્ષના બાળકના પિતાનો મોબાઈલ નંબર તેને ખબર હતી અને તેને આ નંબર આપતા તેના પિતાનો ભેટો થયો હતો. ચિલ્ડ્રન હોમ રાજપીપળા દ્વારા નોએડા પોલીસને પણ જાણ કરાઈ હતી. હવે નોએડા પોલીસ અને નોએડા બાળ વિકાસ અધિકારી પણ આ બાળકોનું ધ્યાન રાખશે. ચાર દિવસ બાદ આજે બે ગુમ થયેલ બાળકોને તેના વાલી વારસો મળતા બાળકના વાલીએ ગુજરાત રાજ્યના તંત્રનો આભાર માન્યો હતો કે તેમના બાળકો સહી સલામત મળી ગયા છે.
નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે હવે જિલ્લો વિશ્વ ફલક પર છે અને હવે રેલવે સ્ટેશન પણ કાર્યરત થવાથી ગુજરાત સહિત દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવે છે. ત્યારે અહીં અજાણ્યા બાળકો આવવાની શક્યતાને પગલે ગત માસે જિલ્લા બાલ સુરક્ષા સમિતિની બેઠક થઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયત પ્રમુખે શક્યતા વ્યક્ત કરી હતી કે જિલ્લામાં બહારના રાજ્યના બાળકો પણ ભૂલથી અથવા ભાગીને અહીં આવે છે. તો તેમનું કાઉન્સેલિંગ કરી માતાપિતા સાથે ભેટો કેવી રીતે કરાવવો તેની ઊંડાઈ ચર્ચા કરી હતી. ત્યારે આવો જ એક કિસ્સો કેવડિયામાં બન્યો હતો.
આ પણ વાંચો : માતાજીની ભક્તિ એવી કે 20 વર્ષથી અંબાજીમાં શરીર પર 500 દીવા ધારણ કરીને આરતી કરે છે આ ખેડૂત
ગત ગુરુવારે રાત્રે એક 12 વર્ષનો અને એક 10 વર્ષનો એમ બે બાળકો દિલ્હીના નોઈડાથી ટ્રેનમાં બેસી એકતા નગર રેલવે સ્ટેશને ઉતર્યા હતા. જેને રેલવે પોલીસે પકડી પૂછપરછ કરતા રેલવે પોલીસને યોગ્ય જવાબ મળ્યો ના હતો. નિયમ મુજબ રેલવે પોલીસે આ બાળકોને રાજપીપળામાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે મોકલી આપ્યા હતા. અહીં પણ બાળકોએ કોઈ વાતચીત કરી ના હતી. પરંતુ ચિલ્ડ્રન હોમ સુપ્રિટેન્ડેન્ટ અને સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરતા માત્ર બે જ કલાકમાં 10 વર્ષના નાના બાળકે જણાવ્યું હતું કે, મારી મા અમને ભીખ માંગવા મોકલે છે અને ભીખ ના આપીએ તો મારે છે. જેથી અમે ઘરેથી ભાગીને આવ્યા છે.
જોકે બંને કાકા-કાકાના દીકરા છે એટલે મોટા 12 વર્ષના બાળક ના પિતાનો મોબાઈલ નંબરની જાણ હતી અને તેણે આ નંબર આપતા તેના પિતાનો ભેટો થયો હતો. જોકે, ચિલ્ડ્રન હોમ રાજપીપળા દ્વારા નોઈડા પોલીસને પણ જાણ કરાઈ હતી અને હવે નોઈડા પોલીસ અને નોઈડા બાળ વિકાસ અધિકારી પણ આ બાળકોનું ધ્યાન રાખશે. પરંતુ ચાર દિવસ બાદ આજે બે ગુમ થયેલ બાળકોઓને તેના વાલી વારસો મળતા બાળકના વાલીએ ગુજરાત રાજ્યના તંત્રનો આભાર માન્યો હતો કે, તેમના બાળકો સહી સલામત મળી ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે