કચ્છના કંડલા પોર્ટ પર મિથેનોલની વિશાળ ટેન્કમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ, 3નાં મોત

  કંડલા પોર્ટ ખાતે આવેલી IMCની ટેન્ક નંબર 303 નંબરની ટેન્કરમાં અચાનક બ્લાસ્ટ સાથે ભયાનક આગ ભડકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. આ બ્લાસ્ટનાં કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે 3 લોકોનાં મોત નિપજ્યા હતા અને 2 લોકો હજી પણ ગુમ છે. આગની ઘટનાને પગલે ફાયરની 10થી પણ વધારે ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોર્ટ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત પાણીનો છંટકાવ અને ફોમિંગ કરવામાં આવી રહ્યું છે.

કચ્છના કંડલા પોર્ટ પર મિથેનોલની વિશાળ ટેન્કમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ, 3નાં મોત

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ:  કંડલા પોર્ટ ખાતે આવેલી IMCની ટેન્ક નંબર 303 નંબરની ટેન્કરમાં અચાનક બ્લાસ્ટ સાથે ભયાનક આગ ભડકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. આ બ્લાસ્ટનાં કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે 3 લોકોનાં મોત નિપજ્યા હતા અને 2 લોકો હજી પણ ગુમ છે. આગની ઘટનાને પગલે ફાયરની 10થી પણ વધારે ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ અને સ્થાનિક પોર્ટ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત પાણીનો છંટકાવ અને ફોમિંગ કરવામાં આવી રહ્યું છે.

દેહનો વેપાર કરવા બાંગ્લાદેશની રૂપલલનાઓ છેક જેતપુર સુધી પહોંચી
મળતી માહિતી પ્રમાણે કંડલા પોર્ટ પર IMC  આવેલી છે. જેના ટેન્ક 303 નંબરની મેથેનોલની ટેન્ક આવેલી છે. જો કે આ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઇ હતી. જ્યારે આ ટેન્ક પર કામ કરી રહેલા લોકો પૈકી 3નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 2 લોકો હજી પણ ગુમ છે. ટેન્ક પર પાંચ લોકો કામ કરી રહ્યા હતા. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તમામનાં શરીરનાં ચીથડા ઉડી ગયા હતા. શરીરની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. ટેન્ટમાં 2 હજાર મેટ્રીક ટન મેથનોલનો જથ્થો ભરવામાં આવેલો હતો. તેમાં અચાનક બ્લાસ્ટ સાથે અચાનક ભયાનક આગ લાગી હતી.

CCTV : માત્ર હજાર રૂપિયાની લેતીદેતીમાં સાડીની દુકાનમાં થઈ મારામારી
ઘટનાને કારણે અફડા તફડી મચી ગઇ હતી. દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ ટ્રસ્ટનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આ ઉપરાંત પોર્ટ તંત્ર અને સ્થાનિત તંત્રના પણ ઉચ્ચે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. ફોમિંગ અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આસપાસમાં અન્ય પણ ઘણી ટેન્ક આવેલી છે. જેના કારણે જો આ આગ કાબુમાં ન આવે તો અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

રાજકોટ : કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભાજપના કે.પી.પાદદરિયા ચેરમેને ચૂંટાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇથેનોલનો પોર્ટ પર બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ઇથેનોલ ડિઝલમાં મિક્સ કરીને તેનું બાયોડિઝલ બનાવવામાં આવતું હોય છે. આ બાયોડિઝલ આધુનિક જમાનાનું ઇંધણ છે. જે ન માત્ર કિંમતમાં જ સસ્તું પડે છે પરંતુ સાથે સાથે ડિઝલ જેટલું એફિશિયન્ટ પણ છે. માટે શીપમાં ફ્યુલિંગ કરતા સમયે આ મિથેનોલ ડિઝલમાં મિક્સ કરવામાં આવે છે. જો કે તે પણ જ્વલંતશીલ પ્રવાહી હોવાનાં કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

કંપનીની બેદરકારી આવી સામે...
કચ્છના કંડલા સ્થિત આઈએમસી,ટર્મીનલમાં અચાનક આગ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા ચાર લોકોને કમકમાટી ભર્યા મોટ નિપજયા હતા કેમીકલ ઈમ્પોર્ટ એક્સપોર્ટથી સતત વ્યસ્ત રહેતા કંડલા ખાતેના ટર્મિનલો સેફ્ટી બાબતે ઉણા ઉતર્યાની ઘટના અવારનવાર સામે આવતી રહે છે. તેવામાં બપોરના અરસામાં આઈએમસી,કંડલા ટર્મીનલમાં ટેન્ક 303 નંબરની મેથનોલની ટેન્કમાં અચાનક બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી,અંદાજે આ ટેન્ક માં 2000 મેટ્રિક ટન મેથનોલ નો જથ્થો ભરેલો હતો..અચાનક આગ લાગતા જાખમની પરીસ્થીતીનું નિર્માણ સર્જાયું હતું. અને ચાર કામદારોના મોત નિપજ્યા હતા સમગ્ર ઘટનામાં કંડલા પોર્ટ ટ્રસ્ટ, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સહીત આસપાસના ટેન્ક ટર્મિનલના ફાયરબ્રિગેડે ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ બાદ કંડલાવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આગ લાગવાના સંજાગો હજુ પ્રકાશમા આવ્યા નથી બનાવમાં ચાર લોકાના મૃતદેહ મળી આવ્યા હતા. જેની ઓળખ થઈ શકી ન હતી.હાલ IMC કમ્પની ની બેદરકારી ને કારણે ઘટના બની હોવા નો સ્થાનિકો નો આક્ષેપ છે..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news