માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે કે દૂધ અસલી છે કે ભેળસેળવાળું, જાણો કેવી રીતે? 

ભારત સહિત ઘણાં દેશોમાં દૂધમાં ભેળસેળની સમસ્યા સામાન્ય છે. દૂધની શુદ્ધતા નક્કી કરવા માટે અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી પદ્ધતિ ખૂબ ખર્ચાળ અને સમય માંગી લે તેવી છે. પરંતુ IIT મદ્રાસે એક એવું ડિવાઈસ બનાવ્યું છે જેના દ્વારા અડધા કલાકમાં ઘરે બેઠા દૂધમાં ભેળસેળ શોધી શકો છો.

માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે કે દૂધ અસલી છે કે ભેળસેળવાળું, જાણો કેવી રીતે? 

દૂધમાં ભેળસેળ મામલે અવાર-નવાર ખબરો સામે આવતી હોય છે. ભારત, પાકિસ્તાન, ચીન અને બ્રાઝીલ જેવા દેશોમાં દૂધમાં ભેળસેળની સમસ્યા વધારે હોય છે. જ્યારે દૂધની શુદ્ધતા અડધા મિનિટમાં સરળતાથી શોધી શકાય છે. IIT મદ્રાસે એક એવું ડિવાઈસ વિકસાવ્યું છે. જેમાં   દ્વારા તમે ઘરે બેઠા 30 સેકન્ડમાં દૂધની શુદ્ધતા ચકાસી શકો છો. આ પેપર આધારિત પોર્ટેબલ ડિવાઈસ દૂધમાં યુરિયા, ડિટર્જન્ટ , સાબુ , સ્ટાર્ચ, હાઈડ્રોજન પેરોક્સાઈડ, સોડિયમ-હાઈડ્રોજન-કાર્બોનેટ અને મીઠાની ભેળસેળને સરળતાથી શોધી શકે છે. આ 3D ઉપકરણ ખૂબ સસ્તું છે અને તે પાણી, જ્યુસ અને મિલ્કશેકમાં ભેળસેળ પણ શોધી શકે છે. કોઈપણ નમૂનામાં ભેળસેળનું પરીક્ષણ કરવા માટે એક મિલીલીટર પ્રવાહી પૂરતું છે.

IIT મદ્રાસનું ડિવાઈસ છે એકદમ સસ્તું 
અત્યાર સુધી દૂધમાં ભેળસેળનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવે છે. અને તેનો ખર્ચો ખૂબ જ હોય છે. અને તે ટાઈમ પણ વધારે લે છે. એક રિપોર્ટના અનુસાર  IIT મદ્રાસમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ભણાવતા પલ્લબ સિંહા મહાપાત્રાએ કહ્યું કે આ માઇક્રોફ્લુઇડિક ડિવાઇસ ત્રણ લેયરનું છે. ઉપલા અને નીચલા સ્તરો વચ્ચે સેન્ડવીચ કરેલું મધ્યમ સ્તર છે. તેના પર પ્રવાહી રેડવામાં આવે છે અને થોડા સમય માટે સૂકવવા માટે છોડી દેવામાં આવે છે. સૂકાયા પછી, કાગળના બંને સ્તરો પર ટેપ પેસ્ટ કરવામાં આવે છે. આમાં વોટમેન ફિલ્ટર પેપર ગ્રેડ 4 નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પ્રવાહીને પ્રવાહિત કરવામાં અને રીએજન્ટ્સને સંગ્રહિત કરવામાં મદદ કરે છે.

 

SCનો બેંકોને મોટો ઝટકો, કહ્યું-લોન લેનારાનો પક્ષ સાંભળ્યા વગર ખાતા ફ્રોડ જાહેર ન કરો
 
દૂધમાં ભેળસેળની સમસ્યા વિકાસશીલ દેશોમાં વધારે
તમામ રીએજન્ટ્સ નિસ્યંદિત પાણી અથવા ઈથેનોલમાં ઓગળી જાય છે. તે તેમની દ્રાવ્યતા પર આધાર રાખે છે. પ્રવાહીમાં ભેળસેળ કલરમેટ્રિક ડિટેક્શન તકનીકનો ઉપયોગ કરીને શોધી કાઢવામાં આવે છે. તપાસમાં જાણવા મળ્યું કે આ પદ્ધતિમાં રીએજન્ટ માત્ર ભેળસેળવાળા પદાર્થો સાથે જ પ્રતિક્રિયા આપે છે અને દૂધમાં રહેલા ઘટકો સાથે કોઈ પ્રતિક્રિયા થતી નથી. આ વિશ્લેષણાત્મક સાધન પ્રવાહી ખાદ્ય સુરક્ષાને મોનિટર કરવામાં મદદ કરી શકે છે અને વિકાસશીલ દેશોના દૂરના વિસ્તારોમાં દૂધની ભેળસેળને સરળતાથી શોધી શકે છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં દૂધમાં ભેળસેળ એક મોટી સમસ્યા છે. આ સમસ્યા ભારત, પાકિસ્તાન, ચીન અને બ્રાઝિલમાં સૌથી વધુ છે. ભેળસેળયુક્ત દૂધના સેવનથી કિડનીની સમસ્યા, બાળકોના મૃત્યુ, પેટની સમસ્યા, ઝાડા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. સુભાષીષ પટારી અને પ્રિયંકન દત્તાએ મહાપાત્રાના નેતૃત્વમાં આ સંશોધન કર્યું છે. તેમનું સંશોધન પ્રખ્યાત વિજ્ઞાન જર્નલ નેચરમાં પ્રકાશિત થયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news