Holi 2021 News

હોળી પર ઘરે બેઠા કરો ગુજરાતના પ્રખ્યાત કૃષ્ણ મંદિરોના દર્શન, Live
આજે ફાગણ સુદ પૂનમ નિમિતે દેશભરમાં હોળીપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રસિદ્ધ મંદિરોમાં હોળી પર્વ (Holi) પર વિશિષ્ટ પૂજા કરવામાં આવી રહી છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં હોળીની દર વર્ષે વિશિષ્ટ ઉજવણી થતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના ગ્રહણના કારણે ડાકોરમાં અને દ્વારકામાં હોળીપર્વની ઉજવણી નહિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવ્યા છે. જો કે દર્શનાર્થીઓ ભગવાનના દર્શન ઓનલાઈન અથવા અમારા એટલે કે ZEE 24 કલાકના માધ્યમથી કરી રહ્યા છે. શામળાજીમાં મંદિરના દ્વાર ભકતો માટે ખુલ્લા છે, અને શામળાજીમાં કોરોનાના ગાઈડલાઈન સાથે ભગવાનના દર્શન થઈ રહ્યા છે. ત્યારે કોરોનાકાળમાં તમે ZEE 24 કલાકના માધ્યમથી ભગવાનના દર્શન કરી રહ્યા છો.
Mar 28,2021, 9:41 AM IST

Trending news