Holi પર ઘરે જવાની કરી રહ્યા છો તૈયારીઓ, રેલવેની વાંચી લો નવી ગાઈડલાઈન

રંગોનો તહેવાર હોળી (Holi) નજીક આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ કામ પરથી રજા લેવાનું અને ટ્રેન દ્વારા તમારા ઘરે જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે

Holi પર ઘરે જવાની કરી રહ્યા છો તૈયારીઓ, રેલવેની વાંચી લો નવી ગાઈડલાઈન

નવી દિલ્હી: રંગોનો તહેવાર હોળી (Holi) નજીક આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ કામ પરથી રજા લેવાનું અને ટ્રેન દ્વારા તમારા ઘરે જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય રેલવેએ (Indian Railways) સોમવારે મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં કોરોના માર્ગદર્શિકાને (Corona Guideline) અનુસરવાની અપીલ કરવામાં આવી છે.

રેલવે મંત્રાલયે કર્યું ટ્વીટ
રેલવે મંત્રાલયે (Ministry Of Railway) તેમના ટ્વીટમાં કહ્યું, "કોરોનાને ધ્યાનમાં રાખીને મુસાફરોને મુસાફરી કરતા પહેલા વિવિધ રાજ્યો દ્વારા જારી કરવામાં આવતી આરોગ્ય માર્ગદર્શિકા વાંચવાની વિનંતી છે."

કોરોનાના નવા સ્ટ્રેને વધારી મુશ્કેલીઓ
ખરેખર, કોરોનાના નવા સ્ટ્રેનની દસ્તક બાદ ઘણા રાજ્યોમાં ફરીથી સખ્તાઈ વર્તાઈ રહી છે. સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે કેટલાક શહેરોમાં નાઇટ કર્ફ્યુ લગાવાયો છે અને લોકડાઉન જેવી સ્થિતિ ફરી આવી છે. જ્યારે મોટાભાગના રાજ્યોએ અન્ય રાજ્યોથી આવતા લોકોના પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યા છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા માટે રેલ્વે પણ વધુ તકેદારી રાખી રહી છે.

બિહાર જતા યાત્રીઓ ધ્યાન આપે
તાજેતરમાં પૂર્વ મધ્ય રેલવેએ દિલ્હી-મુંબઇથી બિહાર જતા મુસાફરો માટે સ્પેશિય એડવાઈઝરી જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે, મુંબઈ અથવા દેશના અન્ય રાજ્યોથી બિહારમાં આવતા તમામ મુસાફરો થર્મલ સ્કેનીંગ કરવામાં આવશે, પરંતુ તમામ મુસાફરોને માસ્ક પહેરવાનું ફરજિયાત છે.

ટ્રેનમાં મુસાફરી માટે જારી થઈ માર્ગદર્શિકા
રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા, મુસાફરોએ તેઓ જે રાજ્યમાં જઈ રહ્યા છે તે માર્ગદર્શિકા વાંચવી આવશ્યક છે. આ સમયે, દરેક રાજ્યમાં રાજ્ય સરકારો દ્વારા જુદી જુદી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં, પ્રવેશ માટે આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ બતાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. મુસાફરોની સલામતી અને કોરોના સાથે મળીને લડવા માટે આ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news