Holi Celebrations: જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારતમાં ઉજવી હતી હોળી, જુઓ તસવીર

Pakistan Cricketer Celebrated Holi in India: વાત 1987ની છે જ્યારે પાકિસ્તાન ટીમ ભારતમાં હતી અને મુંબઈની હોટલમાં તેમણે હોળી મનાવી હતી. વસીમ અકરમની તસવીર શેર કરી ગૌતમ ભિમાણીએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. 

Holi Celebrations: જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારતમાં ઉજવી હતી હોળી, જુઓ તસવીર

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન ક્રિકેટરો વચ્ચે ક્રિકેટ સિરીઝ ઘણા ફેન્સને ઉત્સાહિત કરે છે. હાલમાં પાકિસ્તાની મીડિયામાં રિપોર્ટ આવ્યો હતો કે આ વર્ષના મધ્યમાં બન્ને વચ્ચે એક નાની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ પણ યોજાઈ શકે છે. જો આમ થાય તો બન્ને દેશો વચ્ચે 8 વર્ષ બાદ કોઈ દ્વિપક્ષીય સિરીઝ થશે. 

રાજકીય તણાવ વચ્ચે પણ બન્ને દેશોના ખેલાડીઓ વચ્ચે હંમેશા મિત્રતાની વાત જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ તમે જોઈ શકો છો. હાલમાં સ્પોર્ટસ પ્રેઝન્ટર ગૌતમ ભિમાનીએ એક જૂની તસવીર શેર કરી જ્યારે તેણે મુંબઈની તાજ હોટલમાં મનાવી હતી. 

— Gautam Bhimani (@gbhimani) March 28, 2021

ભિમાનીએ ટ્વિટર પર તસવીર શેર કરી. તેણે લખ્યુ- મારી પસંદગીની ક્રિકેટિંગ હોળી. ભારતીય અને પાકિસ્તાની ટીમના પૂલમાં રમી હોળી. 

આ તસવીરમાં તેની સાથે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમ જોવા મળી રહ્યા છે. અકરમે તેના પર જવાબ આપ્યો છે. તેમણે લખ્યુ- હેપ્પી હોળી. તે પણ શું હતું. આ 1987ના ભારતના પ્રવાસની તસવીર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news