લાખોનાં ઘરેણાની ચોરી મુદ્દે માલિક જ ચોર નિકળ્યો, ચોરી કરવાનું કારણ ચોંકાવનારૂ

શહેરના પારડી, પારસી સ્ટ્રીટ ખાતે આવેલા જય જલારામ જવેલર્સ નામની દુકાનમાંથી લાખોની રકમના સોનાચાંદીના દાગીનાની ચોરીની ચકચારી ઘટનાના ગુનાનો ભેદ પારડી પોલીસે ઉકેલી લીધો હતો. ઘરકા ભેદી લંકા ઢાયે જેમ ખુદ ફરિયાદીએ ઇન્સ્યોરન્સ પકવવા 1.5 કરોડની ચોરીનું કાવતરું ઘડ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારસી સ્‍ટ્રીટમાં આવેલ “જય જલારામ જવેલર્સ” નામની દુકાનમાં મોટી રકમના સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થયાં અંગેની જાણ થતા પારડી પોલીસ તાત્કાલીક ધટના સ્થળે પહોચી ગયેલ અને જય જલારામ જવેલર્સના માલીક દીલીપભાઇ બળવંતભાઇ પારેખને મળી બનાવ સંબંધે માહીતી મેળવી હતી. 
લાખોનાં ઘરેણાની ચોરી મુદ્દે માલિક જ ચોર નિકળ્યો, ચોરી કરવાનું કારણ ચોંકાવનારૂ

જય પટેલ/વલસાડ: શહેરના પારડી, પારસી સ્ટ્રીટ ખાતે આવેલા જય જલારામ જવેલર્સ નામની દુકાનમાંથી લાખોની રકમના સોનાચાંદીના દાગીનાની ચોરીની ચકચારી ઘટનાના ગુનાનો ભેદ પારડી પોલીસે ઉકેલી લીધો હતો. ઘરકા ભેદી લંકા ઢાયે જેમ ખુદ ફરિયાદીએ ઇન્સ્યોરન્સ પકવવા 1.5 કરોડની ચોરીનું કાવતરું ઘડ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારસી સ્‍ટ્રીટમાં આવેલ “જય જલારામ જવેલર્સ” નામની દુકાનમાં મોટી રકમના સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થયાં અંગેની જાણ થતા પારડી પોલીસ તાત્કાલીક ધટના સ્થળે પહોચી ગયેલ અને જય જલારામ જવેલર્સના માલીક દીલીપભાઇ બળવંતભાઇ પારેખને મળી બનાવ સંબંધે માહીતી મેળવી હતી. 

બહુપ્રતિક્ષીત ફ્લાવર શોની કાલથી શરૂઆત, CM વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન
તેઓએ પોતે 26 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર દરમ્યાન પોતાનું મકાન બંધ કરી પરીવાર સાથે બહારગામ ગયેલા હતા. જે દરમ્યાન કોઇ ઇસમે ફરીયાદીના મકાનમાં ત્રીજામાળે આવેલ સ્ટેર કેબીનની દિવાલમાં આવેલ બારીની ગ્રીલના ખીલા કોઇ સાધન વડે કાપી નાંખી, ગ્રીલ ઉપર કોઇ સાધન વડે બળ વાપરી ખેંચી નાંખી, બારી વાટે મકાનમાં પ્રવેશી, મકાનમાં ગ્રાઉન્ડફ્લોર ઉપર મકાનના આગળના ભાગે આવેલ દુકાનમાં રાખેલ લોખંડની તિજોરીમાંથી તથા દુકાનમાં દિવાલમાં બનાવેલ લાકડાના ખાનાઓમાં રાખેલ મોટી રકમના સોનાચાંદીના દાગીનાઓ તથા રોકડરકમની ચોરી થયેલ હોવાનું જણાવ્યુ હતું. 

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત, પરિવારે તંત્ર પર હત્યાનો આરોપ લગાવ્યો
દુકાનમાં રાખેલ સીસીટીવી કેમેરાનું ડી.વી.આરની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પારડી પોલીસે ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં ફરીયાદી તથા ઘરના સભ્યોના મોબાઇલ ફોનના ડેટા ટેકનિકલ સોર્સથી મેળવી તથા હયુમન ઇન્ટેલીજન્સ આધારે ફરીયાદીની આર્થીક પરિસ્થિતી બાબતે માહીતી મેળવતા ફરીયાદી મોટા આર્થીક બોજ તળે હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી પોલીસને ફરીયાદીની ફરીયાદ ખોટી હોવા અંગેનો શક વધુ મજબુત થતા ફરીયાદીની વિવીધ મુદ્દાઓ સંબંધે સતત પ્રશ્નોત્તરી કરી કડકાઇથી પુછપરછ હાથ ધરતા ફરીયાદી ભાંગી પડી ફરિયાદ ખોટી કરી હોવાની વાત પોલીસ સમક્ષ કબુલી હતી.

ગાંધીનગર: અડાલજમાં ત્રીદિવસીય ભવ્ય બ્રહ્મ બિઝનેસ સમિટ, CM દ્વારા કરાવાયું ઉદ્ધાટન નોકરીઓનો થશે વરસાદ
પોલીસ સામેની કબુલાતમાં દુકાન માલિકે પોતાને ધંધામાં મોટી રકમનું દેવું થઇ ગયેલ હોય, અને છેલ્લા ત્રણ વર્ષથી મંદીના કારણે પોતાનો વ્યવસાય બરાબર ચાલતો નહી હોય પોતે ખુબ જ આર્થીક ભીંસમાં આવી ગયા હતા. દેવું ચુકવવામાં ધીમે ધીમે પોતાની મોટા ભાગની મુડી ખર્ચાઇ ગઈ હોવાને કારણે પોતે છેલ્લા એક વર્ષથી ખુબ જ માનસીક તણાવમાં રહેતા હતા. અનેક વખત આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો હોવાની વાત કરી હતી. પરંતુ પોતાના બાળકોનો વિચાર આવતા આત્મહત્યા કરી નહી અને પોતે પોતાની દુકાનના સોનાચાંદીના દાગીનાનો રૂપીયા 1.30 કરોડનો વિમો ઉતરાવ્યો હતો. 

મારી સાથે ફોનમાં વાત નહી કરે તો એસિડ છાંટી દઇશ, ધમકી આપનારની ધરપકડ
જેની શરતો પ્રમાણે જો પોતાની દુકાનમાં રાખેલ સોનાચાંદીનાના દાગીનાના સ્ટોકની ચોરી થઈ છે તેવી ફરીયાદ દુકાનદાર કરે તો તેને વિમાની રકમ મળી જાય અને તેનું તમામ દેવું ચુકતે થઇ જાય તેવો વિચાર આવતા તેણે ગઇ 26 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે એકલા હતા. ત્યારે સવારના આશરે સાડા પાંચથી સાડા દસેક વાગ્યા દરમ્યાન પોતાની પાસેની લોકર તથા દુકાનના શટરના દરવાજાની ચાવી વડે શટર તથા તિજોરી ખોલી તેમા રહેલ પરચુરણ દાગીનાઓ વેરવિખર કરી દઇ, દુકાનના કબાટના ખાનાઓ ખોલી નાંખી, દાગીનાના ખાલી બોક્ષો કાઉન્ટર ઉપર તથા આજુબાજુમાં ગોઠવી દઇ, દુકાનના સીસીટીવી કેમેરાના ડી.વી.આરનો વાયર કટ્ટરથી કટ કરી ડી.વી.આર દુકાનમાંથી લઇ દુકાનની બહાર નિકળી ઘરમાં દાદર નીચે બનાવેલ કબાટમાં મુકી દીધેલ, બાદ પોતે મકાનમાં ત્રીજા માળે આવેલ ટેરેસ કેબીનના પુર્વ તરફની દિવાલમાં આવેલ દરવાજાની બાજુની બારીની ગ્રીલમાં લગાડેલ ખીલાને એકસોબ્લેડથી કાપી બારીની ગ્રીલ કાઢવાનો પ્રત્યન કરેલ પરંતુ બે ખીલા કાપ્યા બાદ પોતે થાકી જતા અને પોતાને સુરત જવાનું પણ મોડું થતુ હોય ઘરેથી મકાનને તાળું મારી નજીકમાં રહેતા પોતાના સસરાને સાથે લઇ સુરત જવા નીકળી ગયો હતો. પરંતુ બારીની ગ્રીલ કાપવામાં સફળ થયેલ નહી હોય અને મકાનમાં ચોરી કરવા માટે પ્રવેશવાનો કોઇ માર્ગ બનેલ નહી હોય ચોરી થયાની ઘટના પોલીસ માનશે નહી તેવું વિચારી ફરીથી માનસીક તણાવમાં આવી ગયેલ.

હાજરી ભરવામાં શિક્ષકોની આડોડાઇ: શાળા સંચાલકો સહિત DEOના આદેશનો વિરોધ કરાયો
તે જ દિવસે બપોરના આશરે બે થી અઢી વાગ્યા દરમ્યાન તેઓએ પોતાને ત્યાં અગાઉ સેલ્સમેન તરીકે કામ કરતા રીતેષભાઇ નવિનભાઇ કોળી પટેલને વોટ્સએપ કોલ કરી રડતા રડતા તેની પાસે મદદ માંગી હતી. જો મદદ ના મળે તો આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી. જે સાંભળી રિતેશ દુકાનદારને મદદ કરવા તૈયાર થઈ ગયો હતો અને દુકાનદારનું બાકી રહી ગયેલું કામ કરવા પહુચી ગયો હતો અને બારીની ગ્રીલ તોડી નાખી હતી. આમ સમગ્ર પોલીસ તપાસ મા આખારે પોતાના માથે રહેલું દેવું ચૂકવી ન શકતા દુકાન દરે વિમાની રકમ મેળવવા માટે ચોરીનું તરખટ કર્યા હોવાનો ખુલાસો થયો છે. હાલ આ સમગ્ર મામલા મા પોલીસ દ્વારા બી સમરી વિથ પ્રોસિક્યુશન કરવામાં આવનાર છે. જે ફરિયાદમાં આરોપી સામે ગુના લાગ્યા હતા એ હવે ફરિયાદી સામે લગાડવામાં આવશે. અને પોલીસ દ્વારા પણ પોલીસને ગેર માર્ગે દોરી ખોટી ફરિયાદ કર્યાની ફરિયાદ ફરિયાદી સામે કરવામાં આવનાર છે.

આવતીકાલે ખુલ્લો મૂકાશે ફ્લાવર શો, સંજીવની પહાડ લઈને જતા હનુમાનનું ફૂલોનું સ્ટેચ્યુ જોવાનું ભૂલતા નહિ
પોલીસ ને કયા કારણો થઈ થઈ ફરિયાદી પર શંકા?
- ગુન્હાવાળી જગ્યાએ જે લોખંડની તિજોરી માંથી ચોરી થયેલ તે લોકર ચાવીથી ખોલવામાં આવેલ હતું. અને આ લોકના નંબરીંગ કોડ ફકત ફરીયાદી અને તેની પત્ની જ જાણતા હતા. 
- ગુન્હાવાળી જગ્યાએથી ચોરી થયેલ ડી.વી.આર.નો વાયર કટ્ટરથી કાપી ડીવીઆરની ચોરી કરી લઇ જવામાં આવેલ હતી, ડી.વી.આર કે સીસીટીવી કેમેરાના અન્ય કોઇ વાયરોને ખેચીને કાઢવાની કે તોડવાની કોશીશ થયેલ ન હતી. 
- ફરીયાદીરીએ પોતાની દુકાનની બહાર 3 જાન્યુઆરી સુધી દુકાન બંધ રહેનાર છે તેવું બોર્ડ મારેલ હતું પરંતુ તેઓ પ્રવાસ ટુકાવીને 30 ડિસેમ્બર ના રોજ પરત આવી ગયેલ હતા.
- ફરીયાદીએ પોતે પોતાની દુકાનમાં સપ્ટેમ્બર થી ડીસેમ્બર દરમ્યાન વેચાણ કરેલ સોનાના ચાંદીના દાગીનાના સ્ટોકની કોઇ માહીત આપી નોહતી.
- ફરીયાદીએ પોતાનું જ સ્ટોક રજીસ્ટર પણ રજુ કરેલ નહી 
- ફરીયાદ આપ્યા બાદથી ફરીયાદી પોતાની દુકાનમાંથી કહેવાતી ચોરી થયેલ મોટી રકમના દાગીનાઓ સંબંધેની માહીતી પોલીસને આપી ન હતી અને મીડિયામાં પોતાની દુકાનમાંથી આશરે દોઢ કરોડ જેટલા સોનાચાંદીના દાગીનાની ચોરી થયેલ હોવાનું સતત રટણ કર્યું હતું. 
- ફરીયાદીએ સપ્ટેમબર 2019માં જ પોતાની દુકાનમાં રાખેલ સોનાચાંદીના દાગીનાના સ્ટોકનો રૂપીયા 1.30 કરોડનો વિમો ઉતારાવેલ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news