Dy cm 1 News

MAHESANA માં નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મહેસાણાનું પાણી પીધું છે એમ કોઇ હલાવી ન શક
Sep 12,2021, 20:09 PM IST
રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ CM,Dy.CM જગન્‍નાથજી મંદિરની મુલાકાત લઇ દર્શન આરતી કર્યા
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથની કૃપા આશિષ વરસતા રહે તેવી અપીલ કરી હતી. ગુજરાત  કોરોનાથી ત્વરાએ મુક્ત થાય અને સૌ સ્વસ્થ  રહે તેવી પ્રાર્થના મુખ્યમંત્રીએ પ્રભુના ચરણોમાં કરી હતી. સૌ નાગરિકો ઘરમાં રહીને  દૂરદર્શન અને અન્ય ચેનલો પરથી યાત્રાનું થનારું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ઘરે બેઠા જ ભગવાન ના દર્શન કરે તેવું જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ હતી. 
Jul 11,2021, 19:58 PM IST
અકળાયેલા Dy.CM નીતિન પટેલે અચાનક વિધાનસભામાં કહ્યું હું રાજીનામું આપી દઇશ અને...
Mar 22,2021, 17:54 PM IST
Dy.CM ની ચિમકી બેઅસર? જુનિયર ડોક્ટર્સની હડતાળ યથાવત્ત હવે IMA પણ તેમની પડખે ચડ્યું
Dec 14,2020, 19:15 PM IST
Dy.CM એ સરકારની સ્થિતી સ્પષ્ટ કરી, Corna બહાને સરકારને બાનમાં લેવાનો પ્રયાસ સહ્ય નહી
આજે નાયબ મુખ્યપ્રધાને જુનિયર ડોક્ટર્સની હડતાળ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જુનિયર ડોક્ટર્સને કડક સંદેશો આપતા જણાવ્યું કે, લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા આ ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. બહારથી આવતા ડોક્ટર્સ પણ લાખો રૂપિયા ભરે ત્યારે તેમને અહીં ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીં તો સરકાર પ્રેક્ટિસની સામે 12 હજાર જેટલી રકમ આપે છે. તેવામાં આ ડોક્ટર્સ કોરોનાનાં નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે તે અયોગ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે સાથે ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, ડોક્ટર્સ બિનશરતી હડતાળ પરત નહી ખેંચે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 
Dec 14,2020, 19:15 PM IST
Dy.CM નીતિન પટેલે કહ્યું કોરોના ફરી એકવાર કાબુમાં, 50 ટકાથી વધારે બેડ ખાલી
શહેરમાં આજે નગરપાલિકાના એક કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં કોરોનાના સંક્રમણને લઈને મોટું નિવેદન સામે આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં કોરોનાના કેસમાં હાલ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દિવાળીના તહેવારમાં લોકોએ જે બેદરકારી દાખવી હતી તે દિવાળીના તહેવાર બાદ કોરોનાની સ્થિતિમાં વધારો થયો હતો. ત્યાર બાદ સતત કોરોનાના કેસ વધ્યા હતા. સરકાર દ્વારા હોસ્પિટલમાં બેડ વધારવાની તજવીજ કરવી પડી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. હોસ્પિટલમાં બેડ ભલે વધાર્યા હોય પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં 50 % બેડ ખાલી પડ્યાં છે. કોરોનાની અસર ઘટી છે અને કેસ પણ ઘટી રહ્યા છે. બેડ પણ જેસેથેની સ્થિતિમાં હાલમાં મુકવામાં આવ્યા છે. હવે વધુ બેડની જરૂર નહીં સર્જાય.
Dec 12,2020, 20:09 PM IST
અંબાજીમાં કરોડોના ખર્ચે બન્યું નવુ અતિથિ ભવન, DY.CM નીતિન પટેલના હસ્તે લોકાર્પણ
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રી (DY.CM) નીતિન પટેલ (Nitin Patel)ના હસ્તે રૂ. ૧૫ કરોડના ખર્ચથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલ અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી (DY.CM)એ જણાવ્યું કે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે સમગ્ર દેશમાંથી યાત્રિકો દર્શનાર્થે આવે છે. સુવિધાસજ્જ નવીન અતિથિગૃહથી દેશભરમાંથી આવતા મહાનુભાવોને સારી સુવિધા મળશે. તેમણે કહ્યું કે, નવીન અતિથિ ભવનથી અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે. નાયબ મુખ્યમંત્રી (DY.CM) નીતિન પટેલ (Nitin Patel)ે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના લાખણીથી થરાદ સુધીના રસ્તાને ફોરલેન બનાવવામાં આવશે. પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે ગુજરાતનો વિશિષ્ટ રેલ્વે ઓવરબ્રિજ બનશે તેમ તેમણે જણાવ્યું હતું. 
Oct 23,2020, 19:53 PM IST
કોલેજ ફી અંગે DY.CM ની મહત્વની જાહેરાત, કોલેજ ફીમાં એક રૂપિયો પણ વધારે નહી લેવાય
Oct 9,2020, 18:35 PM IST
LRD વિવાદ: સવર્ણવર્ગ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત, અનામત વર્ગની માંગ યથાવત્ત
 ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 62.5થી વધારે માર્ક મેળવનાર તમામ મહિલાઓની ભરતીની જાહેરાત સરકારે કરી હતી. 
Feb 17,2020, 19:25 PM IST

Trending news