ધમણ-1 વેન્ટીલેટરનો વિવાદ, કોંગ્રેસના સવાલોનો જીતુ વાઘાણીએ આપ્યો આ જવાબ
Trending Photos
ગૌરવ પટેલ/બ્રિજેશ દોશી/અમદાવાદ :કોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટની કંપની દ્વારા બનાવાયેલ ધમણ વેન્ટીલેટર રાજકીય મુદ્દો બન્યો છે. ધમણ વેન્ટીલેટર પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે ધમણ વેન્ટિલેટર મામલે ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે. આજે ગુજરાત સરકારે ધમણ-1 અંગે કરેલી કરેલી સ્પષ્ટતા બાદ અમિત ચાવડાએ કહ્યું કે, દિલ્હીના વેન્ટીલેટર પર ચાલતી ગુજરાતની ભાજપા સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા અધિકારીઓને આગળ ધરે છે. ધમણ-1 ની નિષ્ફળતાને છુપાવવા માટે આરોગ્ય સચિવે ખુલાસા કર્યા છે. જેમાં ધમણ-1 બનાવવાની કંપનીની વકીલાત વધારે હતી. મુખ્યમંત્રીએ 5 એપ્રિલે જ્યારે ધમણ-1 નું લોકાર્પણ કર્યું ત્યારે તેને કોઇ સર્ટિફિકેટ મળ્યું ન હતું.
અમિત ચાવડાનો ધમણ-1 મુદ્દે આક્ષેપ
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, આજે આરોગ્ય સચિવે જે સર્ટિફિકેટ દર્શાવ્યું છે, તેમાં સ્પષ્ટ દેખાય છે કે 14 એપ્રિલે સર્ટિફિકેટ માટે એપ્લાય કરાયું છે. જ્યારે સર્ટિફિકેટ જ ન મળ્યું હોય તો તેને દર્દીઓ પર એપ્લાય કરવાની કોઇ જરૂર ન હતા. 9 એપ્રિલના રોજ ડોક્ટર એવું કહે છે કે, ધમણ-1 યોગ્ય ચાલે છે, પણ 15 એપ્રિલે ડોક્ટરે પત્ર લખી ધમણ-1 યોગ્ય નથી અને હાઇએન્ડ વેન્ટિલેટર આપવામાં આવે. ડોક્ટરના પત્ર બાદ જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસે ધમણ અંગે સવાલ ઉભા કર્યા. ૩૦૦ લોકોના મોત બાદ ડોક્ટરે પત્ર લખી જાણ કરી હતી. ધમણ-1 જેવા માટે મેડિકલ ડિવાઇસ ૨૪ હેઠળ અરજી કરવી પડે અને તેની મંજુરી મળે ધમણ માટે આવી કોઇ અરજી કરવામાં આવી નથી. માત્ર મિત્રની કંપનીના માર્કેટીંગ માટે એપેડિમિક એક્ટ હેઠળ ડુપ્લીકેટ માલ થોપવામાં આવ્યો છે. મિત્રની કંપનીના માર્કેટીંગમાં ગુજરાતની જનતા ભોગ બની છે. ફેંક વેન્ટિલેન્ટરના બચાવમાં આરોગ્ય વિભાગ આવે એનાથી મોટી કોઇ કમનસીબી નથી. દર્દી ગંભીર થાય ત્યારે તેના શ્વસન પર અસર થાય ત્યારે વેન્ટીલર એક રામ બાણ ઇલાજ હોય છે. જ્યારે 15 એપ્રિલના રોજ ડોક્ટર પત્ર લખે છે, તો સરકાર બધા ધમણ પાછા ખેંચે છે.
પાનમસાલા ખાઈને જાહેરમાં થૂંકનારાઓ માટે રાજકોટની કંપનીએ બનાવ્યા અનોખા ગ્લાસ
કોંગ્રેસના આક્ષેપો પર જીતુ વાઘાણીનો જવાબ...
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરેલા પાયાવિહોણા જૂઠા આક્ષેપોને સખત શબ્દોમાં વખોડતા જણાવ્યું ,કે કોરોનાના આ અતિ સંવેદનશીલ અને કપરા સમયમાં કોંગ્રેસ સંવેદનહીન બનીને જુઠા અપપ્રચાર કરીને ગુજરાતની વેન્ટિલેટર બનાવવાની સિદ્ધિનું અપમાન કરીને ગુજરાતની જનતાને સરકાર વિરુદ્ધ ગેરમાર્ગે દોરવાનું શરમજનક કૃત્ય કરી રહી છે. ધમણ-1 વેન્ટિલેટરનું નિર્માણ યોગ્ય ધારાધોરણો પ્રમાણે થયું છે અને રાષ્ટ્રીય સ્તરે અધિકૃત સંસ્થાઓ પાસેથી ટેસ્ટિંગ કરાવી સર્ટિફિકેટ પણ મેળવેલ છે તે તમામ વિગતો રાજ્ય સરકારે જાહેર કરી છે. સમગ્ર વિશ્વમાં વિકસિત દેશો સહિત કોરોના સામેની લડતમાં વેન્ટિલેટરની અછત સર્જાઈ હતી તેવા સમયે ગુજરાતની ખાનગી કંપનીએ સ્વદેશી વેન્ટિલેટર નિર્માણ કરીને રાજ્ય સરકારને ૮૫૦થી વધારે ધમણ-૧ વેન્ટિલેટર વિનામૂલ્યે માનવજાતની સેવા માટે ઉપલબ્ધ કરાવી ઉમદા કાર્ય કર્યું. ધમણ-1 અંગેની ગુજરાતની સિદ્ધિ કોંગ્રેસને આંખમાં કણીની જેમ ખૂંચતી હોય તેમ કોંગ્રેસ જૂઠા આક્ષેપો કરી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાને માત આપવા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સારી કામગીરી કરી રહી છે તેનાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવસના ૧૮ કલાક કામ કરીને દિવસ રાત ગુજરાતની જનતા માટે ચિંતિત છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટી જનતાની સેવામાં ન જોડાય તો કાંઈ નહીં પણ મહેરબાની કરીને સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા થઈ રહેલી ઊમદા કામગીરીમાં અડચણ રૂપ ન બને.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે