"ટ્રેન મેં બૈઠ ગયા હું..." વતન જઇ રહેલા શેખર સિંગે ટ્રેનમાં બેસી માતાના વીડિયો કોલથી આર્શીવાદ લીધા
શ્રમિક ટ્રેનો બસ દ્વારા પોતાના વતન તરફ હિજરત કરી રહ્યાં છે. કોરોનાથી ભયયુક્ત બનેલા શ્રમિકો પોતપોતાના વતન સરળતાથી અને સુખરૂપ પહોંચી શકે તે હેતુથી ટ્રેનો અને બસો દોડાવવામાં આવી છે. તો કેટલાક ગરીબ પરપ્રાંતિયો મજબૂર થઈને પગપાળા વતન તરફ જવા નીકળ્યા છે. આવામાં, સૌથી વધુ મહત્વનું વતન પહોંચવું છે. પોતાના લાડકવાયા કે સ્નેહીજનની ચિંતા કોને ન હોય ? ટ્રેનમાં સરળતાથી સીટ મળી ગયા બાદ શ્રમિકો પોતાને નસીબદાર ગણી રહ્યાં છે. આવો જ એક કિસ્સો જોવા મળ્યો. માદરે વતન ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે પરત ફરી રહેલા અને પોતાની રાહ જોઇ રહેલા પરિવારને વીડિયો કોલ કર્યો ત્યારે શેખરસિંગના માતા વીડિયો કોલ પર પોતાના પુત્રને પાછા આવતા જોઇ ભાવવિભોર બન્યા હતા. સાથે જ તેમનો દીકરો જલ્દી જ પરત ફરશે તેવી આશા જાગી હતી.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :શ્રમિક ટ્રેનો બસ દ્વારા પોતાના વતન તરફ હિજરત કરી રહ્યાં છે. કોરોનાથી ભયયુક્ત બનેલા શ્રમિકો પોતપોતાના વતન સરળતાથી અને સુખરૂપ પહોંચી શકે તે હેતુથી ટ્રેનો અને બસો દોડાવવામાં આવી છે. તો કેટલાક ગરીબ પરપ્રાંતિયો મજબૂર થઈને પગપાળા વતન તરફ જવા નીકળ્યા છે. આવામાં, સૌથી વધુ મહત્વનું વતન પહોંચવું છે. પોતાના લાડકવાયા કે સ્નેહીજનની ચિંતા કોને ન હોય ? ટ્રેનમાં સરળતાથી સીટ મળી ગયા બાદ શ્રમિકો પોતાને નસીબદાર ગણી રહ્યાં છે. આવો જ એક કિસ્સો જોવા મળ્યો. માદરે વતન ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે પરત ફરી રહેલા અને પોતાની રાહ જોઇ રહેલા પરિવારને વીડિયો કોલ કર્યો ત્યારે શેખરસિંગના માતા વીડિયો કોલ પર પોતાના પુત્રને પાછા આવતા જોઇ ભાવવિભોર બન્યા હતા. સાથે જ તેમનો દીકરો જલ્દી જ પરત ફરશે તેવી આશા જાગી હતી.
લોકડાઉન ખૂલ્યા છતા શ્રમિકોની વતન જવા ઉતાવળ, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલ્યા
લોકડાઉન વચ્ચે ઘણા સમયથી વતન વાપસીની આતુરતાથી રાહ જોઇ રહેલા અમદાવાદમાં રહેતા શેખરસિંગે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યુ. જ્યારે તેને ટ્રેનમાં વતન પરત ફરવાની મંજૂરી મળી જતા તે ખૂબ જ ખુશ થયો હતો. આ ખુશી જ્યારે માતાને વીડિયો કોલ કરીને વાતચીત કરી રહ્યા હતા ત્યારે બંનેના ચહેરા પર છલકાઇ રહી હતી. તેમજ માતા અને પુત્ર બંને ભાવવિભોર બની ગયા હતા.
શેખરસિંગે માતાને વિડીયો કોલમાં કહ્યુ કે, ''મેં ટ્રેનમેં બેઠ ગયા હું ઔર કોઇ ભી તકલીફ નહીં પડી હૈં. આપ કોઇ ભી પ્રકારકી ચિંતા મત કરના. મેં જલ્દ હીં આપ કે પાસ સહી સલામત પહોંચ જાઉંગા.'
કોરોનાના નવા કેસ મામલે કચ્છ જિલ્લાએ વડોદરા-ભાવનગર-રાજકોટને પણ પાછળ પાડી દીધું
ઉલ્લેખનીય છે કે લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયોને રેલ્વે મારફતે પોતાના વતનમાં વાપસી કરવામાં આવેલી કામગીરીનો જિલ્લાના ઘણા પરપ્રાંતિયો લાભ મેળવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ઘણાય મુસાફરો જ્યારે ટ્રેનમાં બેસી જાય છે ત્યારે સંતોષની લાગણી અનુભવે છે. સંખ્યાબંધ પરપ્રાંતિયોએ સરકાર દ્વારા માદરે વતન મોકલવાની કરેલી વ્યવ્સથાની પ્રશંસા કરીને તેને બિરદાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે