Budgam News

કોરોના વાયરસ: કાશ્મીરનાં અનેક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ 30 માર્ચ સુધી રહેશે બંધ
 ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસની કુલ 34 ઇન્ફેક્ટેડ લોકો મળી આવ્યા છે. બીજી તરફ કાશ્મીરમાંથી પણ કોરોનાનો એક શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો છે. ત્યાર બાદ બારામુલા બાંદીપોરા અને બડગામમાં તમામ પ્રાથમિક શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જણાવાયું છે. આ અગાઉ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે પણ તમામ પ્રાથમિક શાળાઓને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે નાના બાળકોમાં વાયરલ ડિસીઝનો ખતરો વધારે રહે છે. આ સાથે જ ઇન્ફેક્શનથી બચવવા માટે તેમને જાગૃત કરવું એટલું સરળ ન હોત. એવામાં પ્રાથમિક સ્કુલને બંધ કરીને કોરોના વાયરસ માટે ખતરાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Mar 7,2020, 21:08 PM IST

Trending news