Bca News

BAOU: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીને મોટો ઝટકો, ના મળી આ કોર્સને મંજૂરી
અતુલ તિવારી, અમદાવાદઃ આંબેડર યુનિવર્સીટીને BBA, BCA, BBA - AT (એર ટ્રાફિક) અને MSW જેવા કોર્ષ ચલાવવાની મંજૂરી ના મળી. યુજીસીના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો દ્વારા મંજૂરી ના અપાઈ. વિવિધ માપદંડોને ધ્યાને લઈ યુજીસી ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરો દ્વારા યુનિવર્સીટીઓને જુદા જુદા કોર્ષ ચલાવવાની આપવામાં આવતી હોય છે મંજૂરી. જોકે, આ કોર્સિસને મંજૂરી આપવામાં આવી નહીં. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજાએ જણાવ્યુંકે, યુનિવર્સીટીઓએ દર પાંચ વર્ષે મંજૂરી લેવાની રહે છે, જે મુજબ BAOU દ્વારા 16 કોર્ષ માટે 31 માર્ચે અરજી કરાઈ હતી. 16 કોર્ષમાંથી શરૂઆતમાં 21 જૂને 3 કોર્ષની જ મંજૂરી મળતા બાકીના 13 કોર્ષની મંજૂરી મેળવવા 14 જુલાઈએ આંબેડકર યુનિવર્સીટી અપીલમાં ગઈ હતી. ત્યારબાદ વધુ 9 કોર્ષની મંજૂરી 31 જુલાઈએ મળી હતી, આખરે 16માંથી 4 કોર્ષની મંજૂરી આખરે ના જ મળી.
Aug 17,2023, 15:35 PM IST

Trending news